News Continuous Bureau | Mumbai
Rocky aur rani ki prem kahaani : બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મને લઈને પણ ચર્ચા છે અને રણવીર-આલિયા પણ ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યા છે.ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ 28 જુલાઈએ રિલીઝ થશે. ફિલ્મ રિલીઝ થવામાં માત્ર 3 દિવસ બાકી છે, ત્યારે હવે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું નવું ગીત ‘ઢીંઢોરા બાજે રે‘ રિલીઝ થઈ ગયું છે. દુર્ગા પૂજાની થીમ પર આધારિત આ ગીતમાં બંગાળી યુવતી બનેલી આલિયા અને રણવીર સિંહની સ્ટાઈલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ગીતમાં રણવીર અને આલિયા બંને લાલ રંગના કપડામાં જોવા મળી રહ્યા છે.
રોકી ઔર રાની કી પ્રેમ કહાની નું નવું ગીત થયું રીલરીઝ
‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના નવા ગીત ‘ઢીંઢોરા બાજે રે‘ માં દર્શન રાવલ અને ભૂમિ ત્રિવેદીએ પોતાનો અવાજ આપ્યો છે. 3 મિનિટ અને 26 સેકન્ડના આ ગીતમાં રણવીર અને આલિયા બંગાળી પરંપરાગત પોશાક પહેરીને બેંગ સ્ટાઇલમાં ડાન્સ કરતા જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મા દુર્ગાના વિશાળ પંડાલને રેડ કલર થીમથી સજાવવામાં આવ્યો છે, જેમાં રણવીર અને આલિયા ડાન્સ કરી રહ્યાં છે. ‘ઢીંઢોરા બાજે રે’ ગીતનું સંગીત પ્રીતમ દ્વારા આપવામાં આવ્યું છે જ્યારે તેના ગીતો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે.
રોકી ઔર રાની કી પ્રેમ કહાની નું એડવાન્સ બુકિંગ થઇ ગયું શરૂ
આ સમાચાર પણ વાંચો : Mumbai Heavy Rains: હવામાન વિભાગની આગાહી.. ભારે વરસાદની સંભાવના.. મુંબઈની સાથે થાણે, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ
તમને જણાવી દઈએ કે કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ જાણકારી ખુદ કરણ જોહરે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી હતી. કરણ જોહરે તેની પોસ્ટમાં લખ્યું, “મારા પેટમાં પતંગિયા ઉડી રહ્યા છે અને તમારા બધા માટે પ્રેમ છલકાઈ રહ્યો છે. હું મોટા પડદા પર મારા હૃદયના ટુકડા સાથે તમારું મનોરંજન કરવા માટે તૈયાર છું. તમે હવે રોકી ઔર રાની કી પ્રેમ કહાની ની ટિકિટ બુક કરાવી શકો છો.” તમને જણાવી દઈએ કે રણવીર અને આલિયાની આ ફિલ્મ 28 જુલાઈના રોજ મોટા પડદા પર આવશે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
