Site icon

Rocky aur rani ki prem kahani : રિલીઝ પહેલા ચાલી ‘રોકી અને રાનીની લવસ્ટોરી’ પર સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માંથી આ સીન અને ડાયલોગ હટાવાયા

 અહેવાલ છે કે ફિલ્મમાં આપવામાં આવેલ ભારતીય સંસદના સંદર્ભ અને મમતા બેનર્જીના નામના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ફિલ્મમાં લિંગરી શોપની અંદર વાતચીતનો સીન પણ બદલવામાં આવ્યો છે.

Rocky aur rani ki prem kahani cbfc chops several scenes and dialogues from movie

Rocky aur rani ki prem kahani cbfc chops several scenes and dialogues from movie

News Continuous Bureau | Mumbai 

Rocky aur rani ki prem kahani : રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની‘ 28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા સમાચાર આવ્યા છે કે સીબીએફસીએ ફિલ્મમાં ઘણા ફેરફાર કર્યા છે. સેન્સર બોર્ડે આલિયા-રણવીર સિંહની ફિલ્મમાં અપમાનજનક દ્રશ્યોથી લઈને રમ બ્રાન્ડનું નામ બદલવા સુધીના ઘણા દ્રશ્યો બદલ્યા છે.

Join Our WhatsApp Community

રોકી ઔર રાની કી પ્રેમ કહાની માંથી સીન અને ડાયલોગ હટાવાયા

અહેવાલ છે કે ફિલ્મમાં આપવામાં આવેલ ભારતીય સંસદના સંદર્ભ અને મમતા બેનર્જીના નામના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ફિલ્મમાં લિંગરી શોપની અંદર વાતચીતનો સીન પણ બદલવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં કેટલાક એવા ડાયલોગ્સ હતા જે મહિલાઓનું અપમાન કરતા હતા. ફિલ્મમાં ‘બ્રા’ શબ્દની જગ્યાએ ‘આઇટમ’ શબ્દ મૂકવામાં આવ્યો છે.તેમજ ‘બી ડી’ને ‘બેહેન દી’ થી અને રમ બ્રાન્ડ ઓલ્ડ મોન્કને બોલ્ડ મોન્કમાં બદલવામાં આવ્યા છે.સેન્સર બોર્ડે ફિલ્મને 2 કલાક 48 મિનિટની અવધિનું પ્રમાણપત્ર આપ્યું છે.

આ સમાચાર પણ વાંચો : HDFC Bank Market-Cap: HDFC બેંકે નવી ઊંચાઈ સિદ્ધી કરી.. TCS કંપનીને પાછળ છોડી…ભારતની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની…

રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ની સ્ટારકાસ્ટ

કરણ જોહર લાંબા સમય પછી ડિરેક્ટરની ખુરશી પર પાછો ફર્યો છે અને ટ્રેલરથી લઈને ગીતો સુધી બધું જ હિટ રહ્યું છે. જો ચાહકોનું માનીએ તો આ ફિલ્મ ફરી એકવાર દર્શકોને ‘કભી ખુશી કભી ગમ’નો અહેસાસ કરાવશે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા સિવાય જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના આઝમીએ પણ ભૂમિકા ભજવી છે. ફિલ્મના ગીતોને પણ ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થશે કે કેમ તે જોવું રહ્યું.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version