Site icon

Alia Bhatt : આલિયા ભટ્ટ નહીં કરે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મનું પ્રમોશન, કરણ જોહરે લીધું આ પગલું

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મના નિર્માતા અને નિર્દેશક કરણ જોહરે આલિયા ભટ્ટ દ્વારા કરવામાં આવી રહેલી ફિલ્મના પ્રમોશનલ પ્લાનને કેન્સલ કરી દીધા છે.

rocky aur rani kii prem kahaani alia bhatt will not promote the film karan johar cancel the plan

rocky aur rani kii prem kahaani alia bhatt will not promote the film karan johar cancel the plan

News Continuous Bureau | Mumbai

Alia Bhatt : બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની‘ની રિલીઝની રાહ જોઈ રહી છે. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહ ફરી એકવાર આલિયા ભટ્ટ સાથે મોટા પડદા પર જોવા મળશે. જ્યારે રણવીર સિંહ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડી રહ્યો નથી. બીજી તરફ, ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કરણ જોહરે આલિયા ભટ્ટના પ્રમોશનપ્લાન્સ કેન્સલ કરી દીધા છે. ચાલો જાણીએ કરણ જોહરે આવું પગલું કેમ ભર્યું.

Join Our WhatsApp Community

કરણ જોહરે કેન્સલ કર્યા આલિયા ભટ્ટ ના પ્રમોશનપ્લાન

રોકી ઔર રાની કી પ્રેમ કહાની‘ના દિગ્દર્શક કરણ જોહરે આલિયા ભટ્ટ સાથે હંમેશા પોતાની પુત્રીની જેમ જ વ્યવહાર કર્યો છે. આલિયા ભટ્ટે લગ્નના થોડા મહિનાઓ બાદ જ પુત્રીને જન્મ આપ્યો છે. જ્યારે કરણ જોહરને ખબર પડી કે આલિયા ભટ્ટ તેની પુત્રી સાથે વધુ સમય વિતાવવા માંગે છે, ત્યારથી કરણ એ ખાતરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે કે આલિયા તેની પુત્રી સાથે રહે. આટલું જ નહીં,’રોકી ઔર રાની કી પ્રેમ કહાની’પૂરી થયા બાદ પણ કરણ જોહરે ફિલ્મના રોમેન્ટિક ગીતનું શૂટિંગ મોકૂફ રાખ્યું હતું કારણ કે તે દરમિયાન આલિયા ગર્ભવતી હતી. કરણ જોહરની ટીમે કરણને ફિલ્મમાંથી ગીત હટાવીને સમયસર રિલીઝ કરવાની સલાહ આપી હતી પરંતુ કરણે શૂટિંગ ફરી શરૂ કરવાની રાહ જોઈ હતી.આવી સ્થિતિમાં ફરી એકવાર કરણ જોહરે ઉદારતા દાખવી છે. કરણે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માટે પ્રી-રીલીઝ પ્રમોશન કેમ્પેઈન રદ કરવાનો નિર્ણય લીધો છે. કરણ જોહર નથી ઈચ્છતો કે આલિયા ભટ્ટ ફિલ્મના પ્રમોશનને કારણે તેની દીકરીથી દૂર રહે. રણવીર સિંહ એકલો જ ફિલ્મનું પ્રમોશન કરશે.

આ સમાચાર પણ વાંચો : Crocodile Fight Video: અચાનક સામસામે આવી ગયા બે વિશાળકાય મગર, નહીં જોઈ હોય આવી ફાઈટ.. જુઓ વિડીયો..

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version