Site icon News Continuous Bureau | Mumbai

બર્થડે સ્પેશિયલ: ‘ભાભી જી ઘર પર હૈં’ના મનમોહન તિવારી એટલે કે રોહિતાશ પત્ની સાથે રોમેન્ટિક પળ વિતાવવા કરે છે આ કામ

‘ભાભી જી ઘર પર હૈ’ ના તિવારી જી એટલે કે રોહિતાશે એક્ટિંગની દુનિયામાં પગ મૂકતા પહેલા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ટ્રેનિંગ લીધી હતી

rohitash gaud birthday special know untold facts about bhabiji ghar par hain actor

બર્થડે સ્પેશિયલ: 'ભાભી જી ઘર પર હૈં'ના મનમોહન તિવારી એટલે કે રોહિતાશ પત્ની સાથે રોમેન્ટિક પળ વિતાવવા કરે છે આ કામ

News Continuous Bureau | Mumbai

રોહિતાશ  ની ગણતરી ટીવી ના શ્રેષ્ઠ કલાકારોમાં થાય છે. પોતાની જોરદાર એક્ટિંગ અને શાનદાર કોમિક ટાઈમિંગના કારણે તેણે લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. તેમના દ્વારા ભજવવામાં આવેલ પાત્ર ‘તિવારી જી’ આજે પણ લોકોના મનમાં વસેલું છે. અભિનેતાના જન્મદિવસ પર અમે તેમની વાસ્તવિક જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

Join Our WhatsApp Channel

 

 આ સિરિયલ થી મળી ઓળખ 

રોહિતાશનો જન્મ વર્ષ 1966માં કાલકા માં થયો હતો. અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલા તેણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ટ્રેનિંગ લીધી હતી.શરૂઆત માં તેઓ કેટલીક ફિલ્મો માં નાની ભૂમિકામાં જોવા મળ્યા હતા.જો કે રોહિતાશ બોલિવૂડમાં ઘણા સમયથી એક્ટિવ છે, પરંતુ ટીવીએ તેને અસલી ઓળખ આપી. તેની કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સીરીયલ ‘લાપતાગંજ’ કહી શકાય. આ સિરિયલમાં તેનો અભિનય એટલો પસંદ કરવામાં આવ્યો હતો કે તેણે તેના માટે ત્રણ એવોર્ડ જીત્યા હતા. આ શો પછી તે ‘ભાભી જી ઘર પર હૈં’માં જોવા મળ્યા. શોમાં મનમોહન તિવારીના પાત્રથી આજે તેઓ ઘર-ઘરમાં લોકપ્રિય બની ગયા.

 

પત્ની સાથે રોમેન્ટિક પળ વિતાવવા કરે છે આ કામ 

રોહિતાશ ના અંગત જીવનની વાત કરીએ તો તે એક સીધા-સાદા વ્યક્તિ છે. તેમની પત્નીનું નામ રેખા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની પત્ની કેન્સર રિસર્ચમાં કામ કરે છે. રોહિતાશ વાસ્તવિક જીવનમાં ખૂબ જ રોમેન્ટિક છે. જ્યારે પણ તેને સમય મળે છે ત્યારે તે તેની પત્નીને રસોડામાં મદદ કરે છે. અભિનેતાના એક નિવેદનમાં તેમના રોમાંસની ઝલક પણ જોવા મળે છે. એકવાર તેણે કહ્યું, “હું રેખા ને રસોઈ બનાવવામાં મદદ કરું છું. આ એક અઘરું કામ છે, પરંતુ આમ કરવાથી મને તેની સાથે સમય વિતાવવાની તક મળે છે, જે મારા વ્યસ્ત શેડ્યૂલને કારણે મને ઘણી વાર નથી મળતી.”

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version