Site icon News Continuous Bureau | Mumbai

Yo Yo Honey Singh Delhi Concert Clash: દિલ્હીમાં હની સિંહના શોમાં મચી બબાલ! સ્પોન્સર ટીમ અને ફેન્સ વચ્ચે મારામારી, વિડીયો થયો વાયરલ

Yo Yo Honey Singh Delhi Concert Clash: મ્યુઝિકલ સાંજમાં પડી ખલેલ: ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં બબાલ છતાં હની સિંહે પરફોર્મન્સ ચાલુ રાખ્યું, હવે 21 માર્ચે અમદાવાદમાં યોજાશે કોન્સર્ટ.

Ruckus at Honey Singh’s Delhi Concert: Clash Erupts Between Fans and Sponsors; Police Intervention Restores Order

Ruckus at Honey Singh’s Delhi Concert: Clash Erupts Between Fans and Sponsors; Police Intervention Restores Order

News Continuous Bureau | Mumbai

Yo Yo Honey Singh Delhi Concert Clash: યો યો હની સિંહના દિલ્હી કોન્સર્ટની શરૂઆત એક મ્યુઝિકલ સાંજ તરીકે થઈ હતી, પરંતુ કાર્યક્રમ દરમિયાન ફેન્સ અને સ્પોન્સર ટીમના સભ્યો વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક વળાંક લીધો હતો. આ ઘટનાને કારણે વેન્યુ પર અફરાતફરી મચી ગઈ હતી, તેમ છતાં હની સિંહે પોતાનું પરફોર્મન્સ અટકાવ્યું નહોતું. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં હની સિંહે તેના ‘માય ચેપ્ટર – ઈન્ડિયા ટૂર’ની શરૂઆત કરી હતી. આ કોન્સર્ટમાં તેણે ‘બ્લુ આઈઝ’, ‘બ્રાઉન રંગ’ અને ‘લુંગી ડાન્સ’ જેવા હિટ ગીતોથી દર્શકોને ડોલાવ્યા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Border 2 OTT Release: ‘બોર્ડર 2 નું ડિજિટલ આગમન! થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે OTT પર રિલીઝ થશે ફિલ્મ; જાણો વિગતે

ફેન્સ અને સ્પોન્સરો વચ્ચે થઈ હાથાપાઈ

કોન્સર્ટ દરમિયાન કેટલાક પ્રેક્ષકો અને સ્પોન્સર ટીમના સભ્યો વચ્ચે કોઈ કારણોસર તીખી દલીલો થઈ હતી, જે જોતજોતામાં હાથાપાઈમાં ફેરવાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ભીડની વચ્ચે લોકો એકબીજાને મારી રહ્યા હતા. હંગામો શરૂ થતા જ સુરક્ષાકર્મીઓ અને દિલ્હી પોલીસે દરમિયાનગીરી કરી હતી અને મામલો વધુ બિચકે તે પહેલા સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.


સ્ટેડિયમમાં ચાલી રહેલી આ ઝપાઝપી છતાં હની સિંહ સ્ટેજ પર સતત ગીતો ગાતો રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે જાણે તેને નીચે ચાલી રહેલા હંગામાની જાણ જ ન હોય. આ કાર્યક્રમ બાદ હની સિંહ તેની આગામી ટૂર માટે રવાના થશે. દિલ્હીના આ શો બાદ યો યો હની સિંહ હવે ગુજરાતના આંગણે આવશે. તેના ભારત પ્રવાસના શિડ્યુલ મુજબ 21 માર્ચ: અમદાવાદ,28 માર્ચ: મુંબઈ,4 એપ્રિલ: પુણે અને 11 એપ્રિલ: કોટા ત્યારબાદ ઇન્દોર, લખનૌ, કોલકાતા થઈને 16 મેના રોજ બેંગલુરુમાં આ ટૂરનો અંત આવશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Rashmika Scholarship લગ્ન બાદ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાનો મોટો નિર્ણય સસરાના ગામના ૧૮૦ ગરીબ બાળકોને આપશે ભણવા માટે સ્કોલરશિપ
Yeh Rishta Replacement Rumors ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સમાચાર ૧૭ વર્ષ બાદ બંધ થશે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’? આ નવો શો રાતોરાત કરશે રિપ્લેસ!
The Bads of Bollywood 2 બોબી દેઓલ અને આર્યન ખાનની સુપરહિટ વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ ૨’ ને લઈને આવ્યું મોટું અપડેટ જાણો ક્યારથી શરૂ થશે શૂટિંગ
Bharat Bhhagya Viddhaata Tax Free બોક્સ ઓફિસ પર ધમાકો કરશે કંગના રનૌત? ‘ભારત ભાગ્ય વિધાતા’ ને વધુ એક રાજ્યમાં મળ્યો ટેક્સ ફ્રીનો મોટો સપોર્ટ
Exit mobile version