Site icon

સુનીલ શેટ્ટીની પુત્રીના મનનો માણીગર છે આ ક્રિકેટર.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 20 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

 

  બોલિવુડ અને ક્રિકેટ આમ તો એ બંને અલગ-અલગ ક્ષેત્ર છે. એક મનોરંજન અને બીજું ખેલ જગત. પરંતુ બોલિવૂડ એક્ટ્રેસ અને ક્રિકેટરના સુમેળભર્યા સંબંધો ની ચર્ચા અવારનવાર થતી રહે છે. પછી એ શર્મિલા ટાગોર – મન્સુર અલી ખાન પટૌડી હોય, નીના ગુપ્તા – વિવિયન રીર્ચડસ્ હોય, સંગીતા બિજલાની- અઝહરુદ્દીન હોય કે હાલમાં જ માતા-પિતા બનેલા અનુષ્કા શર્મા- વિરાટ કોહલી હોય પરંતુ સામાન્ય જનતામાં આ વિષય હંમેશા ચર્ચા માટે આકર્ષણનો વિષય બન્યો છે. 

  હાલમાં  સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે એલ રાહુલ ના અફેર ની ચર્ચા એ જોર પકડ્યું છે. લાંબા સમયથી આ લોકોના ડેટિંગના સમાચારો આવતા હતા. આ વચ્ચે રાહુલના બર્થ ડે પર આથિયા એ રાહુલ સાથે તસવીરો શેર કરી ને તેને બર્થ ડે વિશ કર્યું છે. ૧૮ એપ્રિલના રોજ કે એલ રાહુલ નો બર્થડે હતો. આ ખાસ અવસરે રાહુલની કથિત ગર્લફ્રેન્ડ આથિયા શેટ્ટી એ તસવીર શેર કરી ને બર્થ ડે વિશ કર્યું છે અને કહ્યું છે કે પોતાના જીવનમાં રાહુલ હોવા બદલ તે આભારી છે.

ભારતમાં કોરોનાના તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં 2.73 લાખથી વધુ કેસ નોંધાયા. જાણો આજના તાજા આંકડા..
 

   ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015 થી પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરનાર આથિયા શેટ્ટી એ અત્યાર સુધી ચાર જ ફિલ્મોમાં કામ કર્યું છે, આ ફિલ્મોની દર્શકોએ ખાસ નોંધ લીધી નથી. જ્યારે ક્રિકેટમાં કે એલ રાહુલનું પરફોર્મન્સ પણ ઠીક-ઠાક જ રહ્યું છે.

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version