Site icon News Continuous Bureau | Mumbai

‘અનુપમા’ માટે રૂપાલી ગાંગુલી મેકર્સની નહોતી પહેલી પસંદ, રૂપાલી પહેલાં આ 6 અભિનેત્રીઓનો શો માટે નિર્માતાઓ એ સાધ્યો હતો સંપર્ક; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

સિરિયલ 'અનુપમા' આ દિવસોમાં દરેકની મનપસંદ સિરિયલ છે. TRP રેટિંગમાં પણ સિરિયલ પહેલા નંબરે છે. લોકોને આ શો ખૂબ ગમે છે. તેની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલીની પણ અલગ ફેન ફોલોઇંગ છે. લોકોને રૂપાલી ગાંગુલીનો અભિનય ખૂબ ગમે છે. લોકો રૂપાલી ગાંગુલીને 'અનુપમા'ના રોલ માટે પરફેક્ટ માને છે, પરંતુ રૂપાલી મેકર્સની પહેલી પસંદ નહોતી. રૂપાલી પહેલાં 6 અભિનેત્રીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તે જુદાં-જુદાં કારણોસર આ શો કરી શકી ન હતી.

મોના સિંહ

નિર્માતા રાજન શાહીએ સૌથી પહેલાં મોના સિંહને 'અનુપમા'ની મુખ્ય ભૂમિકાની ઑફર કરી હતી, પરંતુ કેટલાક કારણોસર અભિનેત્રીએ આ ભૂમિકા ઠુકરાવી, એ હજુ સુધી જાણી શકાયું નથી.

ગૌરી પ્રધાન

હિતેન તેજવાનીની પત્ની ગૌરી પ્રધાનને પણ આ રોલ ઑફર કરવામાં આવ્યો હતો. ગૌરીએ 'અનુપમા' માટે સ્ક્રીન ટેસ્ટ પણ આપ્યો હતો, પરંતુ બાદમાં મેકર્સે તેને નકારી કાઢી હતી.

જુહી પરમાર

જુહી પરમારને એકસાથે બે સિરિયલોની ઑફર મળી હતી. જુહીએ 'અનુપમા'ની ઑફર ઠુકરાવી દીધી અને બીજી સિરિયલ પસંદ કરી. હવે તે જીટીવીની સિરિયલ 'હમારી વાલી ગુડ ન્યૂઝ'માં જોવા મળી છે.

સાક્ષી તંવર

'કહાની ઘર ઘર કી' ફેમ સાક્ષી તંવરને 'અનુપમા'ની મુખ્ય ભૂમિકાની ઑફર પણ મળી હતી. આજકાલ સાક્ષી સિરિયલો સિવાય વેબ અને ફિલ્મ પ્રોજેક્ટ કરી રહી છે. એથી તેણે ઑફર ઠુકરાવી દીધી.

શ્વેતા સાલ્વે

નિર્માતાઓએ શ્વેતા સાલ્વેને 'અનુપમા'ની મુખ્ય ભૂમિકાની ઑફર પણ કરી હતી. તેણે સ્ક્રીન ટેસ્ટ પણ આપ્યો. મેકર્સે શ્વેતાને આ રોલ માટે એકદમ ફિટ જોઈ, પરંતુ શ્વેતાએ વધુ ફીની માગણી કરી, જેના કારણે તેને રોલ ન મળ્યો.

શ્વેતા તિવારી

‘કસૌટી જિંદગી કી’ ફેમ શ્વેતા તિવારીએ તેની જૂની પ્રતિબદ્ધતાને કારણે શોની ઑફર ઠુકરાવી હતી. તાજેતરમાં અભિનેત્રી રોહિત શેટ્ટીના રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી 11'માં જોવા મળી હતી, જેનું શૂટિંગ કૅપટાઉનમાં થયું હતું.

મહાઅષ્ટમી નિમિત્તે અનુષ્કા શર્માએ પોતાની દીકરીની એક સુંદર તસવીર શૅર કરી, કૅપ્શન વાંચીને દિલ ખુશ થઈ જશે; જુઓ ફોટોગ્રાફ અને જાણો વિગત

Most Expensive Indian Movies OTT Rights ભારતીય સિનેમામાં OTT રાઇટ્સની રેકોર્ડબ્રેક બોલી ‘રામાયણ’ ફિલ્મ ૪૫૦ કરોડની ડીલ સાથે ટોપ પર, કલ્કી અને RRRને પછાડ્યા
Shah Rukh Khan King Overseas Theatrical Rights બોલિવૂડ સિનેમામાં નવો ઈતિહાસ સુજોય ઘોષ દિગ્દર્શિત ‘કિંગ’ ફિલ્મના વિદેશી ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ ₹૧૭૫ કરોડમાં સોલ્ડ આઉટ
Dil Ki Bewafaiya Gaurav Khanna Shraddha Arya Show દિવાળી પછી ટીવી સ્ક્રીન પર થશે મોટો ધમાકો ‘દિલ કી બેવફાઇયાં’થી શ્રદ્ધા આર્યાનું કમબેક; જાણો ક્યારે અને કયા સમયે પ્રસારિત થશે શો
IIFA Awards 2026 Winners List આઈફા એવોર્ડ્સમાં ‘ધુરંધર’નો દબદબો રણવીર સિંહ અને અનીત પદ્દા બન્યા બેસ્ટ એક્ટર્સ, જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી
Exit mobile version