Site icon

Saba azad video: રિતિક રોશન ની ગર્લફ્રેન્ડ સબા આઝાદે રેમ્પ વોક દરમિયાન કરી એવી હરકત કે થઇ ગઈ ટ્રોલ, વિડીયો પર લોકોએ આપી આવી પ્રતિક્રિયા

Saba azad video: ગ્રીક ગોડ તરીકે જાણીતા બોલિવૂડ એક્ટર રિતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં સબા આઝાદ રેમ્પ પર ડાન્સ કરતી જોવા મળે છે.

saba azad trolls over her dance and singing video during fashion show

saba azad trolls over her dance and singing video during fashion show

News Continuous Bureau | Mumbai

Saba azad video: બોલિવૂડ અભિનેતા રિતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ આ દિવસોમાં તેની વેબસીરીઝ ‘હૂ ઈઝ યોર ગાયનેક’ માટે ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. સબા આઝાદ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. હાલમાં જ લેક્મે ફેશન વીકમાં સબા આઝાદનો રેમ્પ વોકનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સબા આઝાદ રેમ્પ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં સબા ક્યારેક રેમ્પ પર ઝૂમી રહી છે તો ક્યારેક ડાન્સ કરી રહી છે. વીડિયોમાં સબાના આ લુકને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Join Our WhatsApp Community

 

સબા આઝાદ નો વિડીયો થયો વાયરલ 

આ વીડિયોમાં સબા આઝાદ ગોલ્ડન કલર ના આઉટફિટ માં રેમ્પ પર વોક કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન સબા આઝાદ હાથમાં માઈક પકડેલી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સબા આઝાદ અચાનક જ રેમ્પ પર ડગમગવા લાગે છે અને પછી ડાન્સ કરવા લાગે છે. સબાની આ સ્ટાઈલ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. રિતિક રોશનની ગર્લફ્રેન્ડના આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.તેમજ સબા આઝાદ ની આ હરકત પર લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

સબા આઝાદ ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા 

સબા આઝાદના આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “એવું લાગે છે કે તેની માતા આવી છે.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, “લાગે છે કે રાનુ મંડલ તૈયાર થઈ ગઈ છે.” અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, “તે શા માટે લથડિયાં ખાઈ રહી છે? શું તેણે ડ્રગ્સ લીધું છે?” અન્ય એક યુઝરે વાત વાત માં રિતિક રોશન નો ઉલ્લેખ કર્યો અને લખ્યું, ‘સાચે પ્રેમ આંધળો હોય છે.’

આ સમાચાર પણ વાંચો : Agastya nanda ramayan: અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાએ ફગાવી દીધી ‘રામાયણ’ ની ઓફર, નિતેશ તિવારી ની ફિલ્મ માં આ ભૂમિકા ભજવવાની પાડી ના

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version