Site icon

Ramayan: આલિયા ભટ્ટ દ્વારા નકારી કાઢ્યા બાદ સાઉથ ની આ અભિનેત્રી ભજવશે માતા સીતા ની ભૂમિકા? રણબીર કપૂર સાથે જમાવશે જોડી

નિતેશ તિવારીની 'રામાયણ'માં સાઈ પલ્લવી આલિયા ભટ્ટનું સ્થાન લઈ શકે છે. આલિયાને બદલે તે માતા સીતાનો રોલ કરી શકે છે

sai pallavi replace alia bhatt nitesh tiwari ramayan goddess sita role

Ramayan: આલિયા ભટ્ટ દ્વારા નકારી કાઢ્યા બાદ સાઉથ ની આ અભિનેત્રી ભજવશે માતા સીતા ની ભૂમિકા? રણબીર કપૂર સાથે જમાવશે જોડી

News Continuous Bureau | Mumbai 

નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ ચર્ચાનો વિષય બની રહે છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે નિતેશ તિવારીએ આ ફિલ્મ માટે રણબીર કપૂર અને આલિયા ભટ્ટને કાસ્ટ કર્યા છે. તેઓએ રણબીર કપૂરને ભગવાન રામના રોલ માટે અને આલિયા ભટ્ટને માતા સીતાના રોલ માટે સાઈન કર્યા છે. તે જ સમયે, સમાચાર આવી રહ્યા છે કે આલિયા ભટ્ટે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી છે. આટલું જ નહીં, અહેવાલો એવો પણ દાવો કરી રહ્યા છે કે નિતેશ તિવારીએ આલિયાની જગ્યાએ સાઉથની અભિનેત્રીને લીધી છે.

Join Our WhatsApp Community

 

રામાયણમાં આલિયા ભટ્ટ ને રિપ્લેસ કરશે સાઈ પલ્લવી!

એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, મેકર્સ હવે ફિલ્મ ‘રામાયણ’માં આલિયા ભટ્ટને બદલે સાઈ પલ્લવીને લેવાનું વિચારી રહ્યા છે. તારીખના મુદ્દાને કારણે આલિયા ભટ્ટે આ ફિલ્મ છોડવી પડી છે. સાઈ પલ્લવી પહેલીવાર ફિલ્મ ‘રામાયણ’માં રણબીર કપૂર સાથે જોવા મળશે. જોકે, મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે.

રામાયણ માં રાવણ ની ભૂમિકા માં જોવા મળશે યશ 

મીડિયા રિપોર્ટ અનુસાર નિતેશ તિવારી નિર્દેશિત ફિલ્મ રામાયણમાં સાઉથનો સુપરસ્ટાર યશ પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે રાવણના રોલમાં જોવા મળશે. ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે અને સાંભળવામાં આવી રહ્યું છે કે ‘રામાયણ’ આવતા વર્ષે ફ્લોર પર જઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : alia bhatt: આ કારણે નિતેશ તિવારી ની રામાયણ માં આલિયા ભટ્ટ નહીં ભજવે માતા સીતા ની ભૂમિકા, જાણો રણબીર કપૂર અને યશ ના કાસ્ટિંગ વિશે

Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Exit mobile version