Site icon News Continuous Bureau | Mumbai

Saif ali khan attack: સૈફ અલી ખાન કેસ માં પોલીસ FIR માં થયો મોટો ખુલાસો, જાણો કેવી રીતે ચોર એ કર્યો અભિનેતા પર હુમલો

Saif ali khan attack: સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે હવે FIR ની કોપી સામે આવી છે જેમાં ઘણા ખુલાસા થયા છે.

saif ali khan attack police fir copy know what happen in actor house

saif ali khan attack police fir copy know what happen in actor house

News Continuous Bureau | Mumbai

Saif ali khan attack: સૈફ અલી ખાન પર ગઈકાલે અડધી રાત્રે હુમલો થયો હતો ત્યારબાદ અભિનેતા ની કામવાળી એલિયામા એ આ અંગે કેસ દાખલ કર્યો છે. આ કેસમાં દાખલ કરાયેલી FIR કોપી સામે આવી છે જે મુજબ એલિયામા છેલ્લા 4 વર્ષથી સૈફ અને કરીના ના ઘરે સ્ટાફ નર્સ તરીકે કામ કરી રહી છે.તો ચાલો જાણીયે સૈફ અને કરીના ની કામવાળી એ પોલીસ ને શું કહ્યું તેમજ એફઆઈઆર કોપી માં શું લખવામાં આવ્યું છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Saif ali khan attack update: ચાર કલાક ચાલી સૈફ અલી ખાન ની સર્જરી, ફોરેન્સિક ટિમ કરી રહી છે અભિનેતા ના ઘર ની તાપસ, જાણો તમામ અપડેટ અહીં

 

સૈફ અલી ખાન કેસ ની FIR કોપી

આ કેસમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ એલિયામા નર્સે સૈફ ના નાના દીકરા જેહને ખવડાવ્યો અને લગભગ 11 વાગ્યે તેને સુવડાવી દીધો. અને તે પોતે પલંગ નીચે સૂઈ ગઈ.આ પછી, લગભગ 2 વાગ્યે કોઈ અવાજને કારણે એલિયામાની ઊંઘ ઉડી ગઈ. તેને બાથરૂમમાં લાઈટ ચાલુ જોઈ, નર્સ ને લાગ્યું કે કરીના જેહને મળવા આવી હશે. પણ અચાનક તેને લાગ્યું કે કંઈક ગડબડ છે.ત્યારબાદ નર્સ બાથરૂમ તરફ જાય છે જ્યાં તેને એક પડછાયો જોવા મળે છે. નર્સે જોયું કે એક માણસ બાથરૂમમાંથી બહાર આવીને જેહ તરફ આગળ વધી રહ્યો છે. જેને જોઈને નર્સ ગભરાઈ ગઈ અને જેહ તરફ દોડી, પોતાની તરફ નર્સ ને આવતા જોઈ ચોર એ કહ્યું- “કોઈ અવાજ નહીં”. આ બધો અવાજ સાંભળી જેહની આયા પણ જાગી ગઈ.આ પછી, તે ચોરે આયાને પણ ધમકી આપી – “કોઈ અવાજ નહીં જોઈએ અને કોઈ બહાર નહીં જાય.”


સૈફ ની કામવાળી એલિયામાએ ચોર ને પૂછ્યું કે તેને શું જોઈએ છે, ત્યારે તેનો જવાબ હતો – “પૈસા”. જ્યારે પૂછવામાં આવ્યું કે કેટલા, ત્યારે ચોર એ કહ્યું – 1 કરોડ રૂપિયા.આ બધું જોઈને રૂમમાં હાજર બીજી આયા ચીસો પાડતી રૂમમાંથી બહાર દોડી ગઈ. તેનો અવાજ સાંભળીને સૈફ અને કરીના બંને આવ્યા.આ દરમિયાન ચોર એ સૈફ પર તે હેક્સા બ્લેડથી હુમલો પણ કર્યો. કોઈક રીતે સૈફ તેના હાથમાંથી છટકી જવામાં સફળ રહ્યો અને રૂમમાંથી બહાર આવ્યા પછી બધાએ દરવાજો બંધ કરી દીધો.આ પછી તેમનો આખો સ્ટાફ ત્યાં પહોંચી ગયો. જ્યારે બધા પાછા ગયા અને તે વ્યક્તિને શોધવા લાગ્યા, ત્યારે તે પહેલેથી જ જતો રહ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie ‘મિર્ઝાપુર ધ મૂવી’ ને સેન્સર બોર્ડ તરફથી મળ્યું ‘A’ સર્ટિફિકેટ, ૩ કલાક ૧૭ મિનિટ છે ફિલ્મનો રનટાઇમ…
Mirzapur The Movie Advance Booking રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર ધ મૂર્વી’ ફિલ્મની જબરદસ્ત કમાણી, એડવાન્સ બુકિંગમાં વેચાયા હજારો ટિકિટો
Govinda Rise And Fall 2 ‘રાઈઝ એન્ડ ફોલ ૨’ શોમાં અભિનેતા ગોવિંદાની એન્ટ્રીની ચર્ચા, હોસ્ટ નહીં પરંતુ સ્પર્ધક તરીકે લેશે ભાગ
Salman Khan Bigg Boss 20 Fee બિગ બોસ ૨૦ માટે સલમાન ખાનને મળશે તગડી ફી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
Exit mobile version