Site icon

Saif ali khan attack case: સૈફ અલી ખાન કેસ માં પોલીસે કર્યો મોટો ખુલાસો, અભિનેતા ની બિલ્ડીંગ માં આટલા કલાક છુપાયેલો રહ્યો આરોપી

Saif ali khan attack case: સૈફ અલી ખાન પર ચાકુ થી હુમલો કરનાર વ્યક્તિ પકડાઈ ગયો છે હવે પોલીસે આ મામલે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

saif ali khan attack case attacker was hiding in the same building for hours

saif ali khan attack case attacker was hiding in the same building for hours

News Continuous Bureau | Mumbai

Saif ali khan attack case: સૈફ અલી ખાન પર તેના બાંદ્રા સ્થતિ ઘર માં એક ચોર એ તેના પર ચાકુ થી હુમલો કરી ત્યાંથી નાસી છૂટ્યો હતો. હવે અભિનેતા પર હુમલો કરનાર તે વ્યક્તિ પકડાઈ ગયો છે. પોલીસ તે વ્યક્તિ ની તપાસ કરી રહી છે. આ દરમિયાન પોલીસે ચોંકવાનોરો ખુલાસો કર્યો છે તેમજ પોલીસે તે વ્યક્તિ ના સાચા નામ વિશે પણ જણાવ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Chris martin: બાબુલનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો ગાયક ક્રિસ માર્ટિન, કોન્સર્ટ પહેલા ગર્લફ્રેન્ડ સાથે લીધા મહાદેવ ના આશીર્વાદ, જુઓ વિડીયો

સૈફ અલી ખાન કેસ માં પોલીસે કર્યો ખુલાસો 

સૈફ અલી ખાન કેસ માં એક પોલીસ અધિકારી એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “ગુનો કર્યા પછી હુમલાખોર લગભગ બે કલાક સુધી તે જ બિલ્ડિંગમાં છુપાયો જ્યાં સૈફ અલી ખાન તેના પરિવાર સાથે રહે છે કારણ કે તેને પકડાઈ જવાનો ડર હતો.” આ મામલે બીજા અધિકારી એ કહ્યું કે, “જ્યારે પોલીસે આરોપીને પકડ્યો, ત્યારે તેણે પોતાનું નામ વિજય દાસ અને કોલકાતાનો રહેવાસી હોવાનું જણાવ્યું. જોકે, તેની પાસે આ વાત સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજો નહોતા.”


પોતાની વાત ને આગળ વધારતા તે અધિકારી એ કહ્યું, “તેણે તેના ભાઈને ફોન કર્યો અને તેનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માંગ્યું. જ્યારે તેના ભાઈએ તેના ફોન પર તેનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મોકલ્યું ત્યારે પુષ્ટિ થઈ કે તેનું નામ શરીફુલ ઇસ્લામ શહેઝાદ મોહમ્મદ રોહિલા અમીન ફકીર છે. તે 30 વર્ષનો છે અને બાંગ્લાદેશનો છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Exit mobile version