Site icon News Continuous Bureau | Mumbai

Saif ali khan health update: સૈફ અલી ખાન ની તબિયત માં થઇ રહ્યો છે સુધાર, જાણો ક્યારે મળશે અભિનેતા ને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

Saif ali khan health update: સૈફ અલી ખાન પર છરી થી હુમલો થયા બાદ તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સર્જરી થઇ હતી. હવે લીલાવતી હોસ્પિટલ ના ડોકટરે અભિનેતા નું હેલ્થ અપડેટ આપ્યું છે તેમજ તેને ક્યારે ડિસ્ચાર્જ આપવામાં આવશે તે પણ જણાવ્યું છે.

saif ali khan health update he is recovering and out of danger

saif ali khan health update he is recovering and out of dangersaif ali khan health update he is recovering and out of danger

News Continuous Bureau | Mumbai

Saif ali khan health update: સૈફ અલી ખાન પર ગઈકાલે અડધી રાત્રે ચોર એ હુમલો કર્યો હતો.આ દરમિયાન સૈફ અલી ખાન ઘાયલ થયો હતો. ત્યારબાદ અભિનેતા ને લીલાવતી હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ માં તેની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી દરમિયાન ડોક્ટરોએ અભિનેતાના કરોડરજ્જુમાંથી 2.5 ઇંચ લાંબો છરી નો ટુકડો કાઢ્યો હતો.હવે લીલાવતી હોસ્પિટલ ના ડોકટરે અભિનેતા નું હેલ્થ અપડેટ આપ્યું છે તેમજ તેને ક્યારે ડિસ્ચાર્જ આપવામાં આવશે તે પણ જણાવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Pushpa 3 update: પુષ્પા 3 ને લઈને આવ્યું મોટું અપડેટ, સંગીતકાર દેવીએ અલ્લુ અર્જુન ની ફિલ્મ વિશે કહી આવી વાત

સૈફ અલી ખાન નું હેલ્થ અપડેટ 

લીલાવતી હોસ્પિટલના એક સર્જન એ મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ‘છરીનો અઢી ઇંચનો તીક્ષ્ણ ટુકડો તૂટી અભિનેતાની ત્વચામાં ઊંડે સુધી ઘૂસી ગયો હતો. સૈફ હવે સંપૂર્ણપણે ભાનમાં છે. કોઈ સમસ્યા નથી, કોઈ લકવો નથી અને કોઈ કાયમી નુકસાન નથી.’ આ સિવાય લીલાવતી હોસ્પિટલ ના સીઈઓ એ મીડિયા ને જણાવ્યું કે, ‘સૈફ અલી ખાનને આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે અને તેમને એક દિવસ માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે, સૈફને બે ઊંડા ઘા, બે મધ્યમ ઘા અને બે ઘર્ષણના નિશાન હતા. અભિનેતાને શુક્રવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.’ 


સૈફ અલી ખાન ના ડિસ્ચાર્જ અને હેલ્થ ને લઈને લીલાવતી હોસ્પિટલ અપડેટ શેર કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Hanuman Ansh Saturday Collection શનિવારે સર્જાયો ચમત્કાર! ‘હનુમાન અંશ’ એ ૧૮ દિવસમાં જેટલી કમાણી નહોતી થઈ તેટલી એક જ દિવસમાં કરી નાખી
Dil Chahta Hai 25 Years ૨૫ વર્ષ પછી ફરી એકસાથે દેખાયા સ્ટાર્સ! આમિર ખાન અને સૈફ અલી ખાને ખાસ અંદાજમાં ઉજવી ‘દિલ ચાહતા હૈ’ની સિલ્વર જ્યુબિલી
Race 4 Aamir Khan શું બ્લોકબસ્ટર એક્શન ફ્રેન્ચાઇઝીમાં આમિર ખાનની થશે એન્ટ્રી? જાણો કાસ્ટિંગ અંગેનું મોટું અપડેટ
Exit mobile version