Site icon News Continuous Bureau | Mumbai

સૈફ અલી ખાન ની મુશ્કેલી વધી, 11 વર્ષ જૂના કેસમાં આવતા મહિનાથી શરૂ થઈ શકે છે સુનાવણી, જાણો સમગ્ર મામલો

સૈફ અલી ખાનની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. 24 એપ્રિલે કોર્ટે 11 વર્ષ જૂના કેસમાં આરોપો ઘડ્યા હતા. હવે તેની સુનાવણી આવતા મહિનાથી શરૂ થઈ શકે છે. આમાં સૈફની સાથે અન્ય બે લોકો પણ આરોપી છે.

saif ali khan in trouble over 11 year old case trial likely begin from next month

સૈફ અલી ખાન ની મુશ્કેલી વધી, 11 વર્ષ જૂના કેસમાં આવતા મહિનાથી શરૂ થઈ શકે છે સુનાવણી, જાણો સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

સૈફ અલી ખાન 11 વર્ષ જૂના કેસમાં કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલો જણાય છે. સૈફ અલી ખાન અને અન્ય બે લોકો પર મુંબઈની એક હોટલમાં દક્ષિણ આફ્રિકાના બિઝનેસમેન અને તેના સસરા પર હુમલો કરવાનો આરોપ છે. આ મામલે આગામી મહિનાથી સુનાવણી થઈ શકે છે. એસ્પ્લેનેડ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે 24 એપ્રિલે સૈફ અલી ખાન અને તેના અન્ય બે મિત્રો શકીલ લડાક અને બિલાલ અમરોહી વિરુદ્ધ આરોપો ઘડ્યા હતા. સાક્ષીઓને પુરાવાના રેકોર્ડિંગ માટે સમન્સ પણ જારી કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

 

 શું છે સમગ્ર મામલો

સૈફ અલી ખાન તે સમયે તેની પત્ની કરીના કપૂર, અભિનેત્રી કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, અમૃતાના પતિ શકીલ લડક અને કેટલાક અન્ય મિત્રો સાથે હતો. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે અભિનેતા અને તેના મિત્રો સતત જોરથી વાત કરી રહ્યા હતા, ત્યારે ઈકબાલ મીર શર્માએ વિરોધ કર્યો, ત્યારબાદ સૈફ અલી ખાને તેને ધમકી આપી. બાદમાં તેણે તેના નાક પર મુક્કો માર્યો જેનાથી તેનું નાક તૂટી ગયું. એનઆરઆઈ બિઝનેસમેને સૈફ અને તેના મિત્રો પર તેને અને તેના સસરાને મારવાનો આરોપ લગાવ્યો હતો.બીજી તરફ સૈફ અલી ખાને કહ્યું કે ઈકબાલ મીર શર્માએ ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા અને તેમની સાથે રહેલી મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે હંગામો થયો હતો. પોલીસે 21 ડિસેમ્બર 2012ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. સૈફ અલી ખાન અને તેના બે મિત્રો પર ભારતીય દંડ સંહિતાની કલમ 325 (જાણી જોઈ ને ઈજા પહોંચાડવી) અને 34 (સામાન્ય હેતુ) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.

 

આ તારીખે થશે સુનાવણી 

22 ફેબ્રુઆરી 2012ના રોજ, તાજ હોટલની અંદર વસાબી રેસ્ટોરન્ટમાં કથિત રીતે ઝઘડો થયો હતો. વેપારી ઈકબાલ મીર શર્માની ફરિયાદ બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ત્રણેય આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ મામલાની સુનાવણી હવે 15 જૂનથી શરૂ થાય તેવી શક્યતા છે.

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version