Site icon

સાયરાબાનુ હજુ પણ ICUમાં, આ નામની બીમારી હોવાનું થયું નિદાન, એન્જિયોગ્રામ કરવાની પાડી ના; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 3 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

 

બૉલિવુડની પીઢ અભિનેત્રી સાયરાબાનુને થોડા દિવસ પહેલાં મુંબઈની હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને હૃદયની સમસ્યા હોવાનું નિદાન થયું છે, જેની જાણ તેમના ડૉક્ટરે કરી હતી. ડૉક્ટર એન્જિયોગ્રામ કરવા માગે છે, પરંતુ સાયરાએ એન્જિયોગ્રામ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે.

77 વર્ષીય સાયરા તેમના પતિ અને પ્રખ્યાત અભિનેતા દિલીપકુમારના મૃત્યુ બાદથી બીમાર છે. દરમિયાન, સાયરાને શ્વાસ લેવામાં તકલીફ, હાઈ બ્લડ પ્રેશર અને હાઈ સુગરના કારણે 28 ઑગસ્ટના ખારની હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હૉસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું, "ગઈ કાલે તેમનું હાર્ટ ચેકઅપ થયું હતું, જેમાં તેમને 'એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ' નામની બીમારી હોવાનું નિદાન થયું હતું." 

'ઓહ માય ગૉડ 2'નું શૂટિંગ શરૂ, આ પ્રખ્યાત કલાકારો હશે અક્ષયકુમાર સાથે; જાણો વિગત

ડૉક્ટરોએ CAG (કોરોનરી એન્જિયોગ્રામ) કરવાની સલાહ આપી છે, પરંતુ સાયરાએ એ કરાવવાનો ઇનકાર કર્યો છે. ડૉક્ટરે કહ્યું કે જો તેઓ સંમતિ આપે તો અમે એન્જિયોગ્રાફી કરી શકીએ છીએ. તેમની સારવાર કરનારા ડૉક્ટરના જણાવ્યા અનુસાર, દિલીપસાહેબના મૃત્યુ બાદ સાયરા ડિપ્રેશનથી પણ પીડિત છે. તેઓ વધારે ઊંઘતાં નથી અને ઘરે જવા માગે છે. અભિનેત્રીને ટૂંક સમયમાં ICUમાંથી બહાર લાવી નૉર્મલ વૉર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવશે.

Chhaava Shooting: ‘છાવા’ ના શૂટિંગ દરમિયાન વિકી કૌશલને થયો હતો આધ્યાત્મિક અનુભવ, બની હતી સંભાજી મહારાજ સાથે જોડાયેલી 2 અજીબ ઘટનાઓ
Vicky Jain: અંકિતા લોખંડેના પતિ ને હાથમાં આવ્યા 45 ટાંકા, વિકી જૈન એ જણાવ્યું કેવી રીતે થયો હતો અકસ્માત
TMKOC Mandar Chandwadkar: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો મિસ્ટર ભીડે નિભાવવાનો હતો ધર્મેન્દ્ર ના બાળપણ ની ભૂમિકા,શોલે ના આ દિગ્ગ્જ અભિનેતા એ કરી હતી તેની ભલામણ
Aamir Khan: આમિર ખાન ખોલશે ગુરુકુલ સ્ટાઇલ ફિલ્મ સ્કૂલ, બોલિવૂડ ના આ અભિનેતા નું મળ્યું સમર્થન
Exit mobile version