Site icon

કંગના રનૌત ના શો લોક અપ માં આવ્યો મોટો ટ્વિસ્ટ, ફિનાલેના થોડા કલાકો પહેલા આ સ્પર્ધકને બતાવ્યો બહાર નો રસ્તો

News Continuous Bureau | Mumbai

જેમ જેમ કંગના રનૌતના (Kangana Ranaut) રિયાલિટી શો 'લોકઅપ' (lock-upp)ની ફિનાલે નજીક આવી રહી છે તેમ તેમ શોમાં ચોંકાવનારા ટ્વિસ્ટ (twist)જોવા મળી રહ્યા છે. હવે આ શોમાં કંઈક એવું જોવા મળ્યું છે જેની કદાચ દર્શકોને અપેક્ષા પણ નહોતી. ફિનાલે પહેલા શોમાં થયેલા રસપ્રદ ટ્વિસ્ટથી દરેકને આશ્ચર્ય થયું છે.ફિનાલે પહેલા એક સ્પર્ધકને શોમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. આ સેલેબ્સ ટ્રોફી માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી, આવી સ્થિતિમાં છેલ્લી ક્ષણે તેના બહાર જવાથી જેલવાસી  પણ આશ્ચર્યચકિત છે.

Join Our WhatsApp Community

બન્યું એવું કે સાયશા શિંદેને 'લોક અપ' માંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. ફિનાલેના થોડા કલાકો પહેલા જ શોમાંથી બહાર નીકળવું તેના માટે પણ આંચકાથી ઓછું ન હતું. તમને જણાવી દઈએ કે સાયશા શિંદે (saisha shinde)સાથે આવું પહેલીવાર નથી બન્યું, આ પહેલા પણ કંગના રનૌત સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. કંગનાએ સાયેશાને માફી (apologies) માંગવા કહ્યું, પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી દીધી. જોકે, બાદમાં તેણે માફી પણ માંગી લીધી અને શોમાં પરત ફરી. પરંતુ હવે જ્યારે આ શો તેના છેલ્લા તબક્કામાં છે, ત્યારે તેને કંગનાની જેલમાંથી આ રીતે બહાર(eliminated) આવતી જોઈને ખૂબ જ દુઃખ થાય છે.

આ સમાચાર પણ વાંચો: અનુપમા અને અનુજ ના સંગીત સમારોહ ને યાદગાર બનાવવા માટે આવી રહ્યો છે બોલિવૂડ નો આ પ્રખ્યાત ગાયક, વરરાજા ના મિત્ર તરીકે આપશે હાજરી

કંગના રનૌતના આ રિયાલિટી શો 'લોક અપ'ની ફિનાલે (finale) આજે એટલે કે 7 મેના રોજ થઈ રહી છે. આ શો 27 ફેબ્રુઆરીએ શરૂ થયો હતો અને Alt બાલાજી (ALT Balaj) અને MX પ્લેયર (MX Player) પ્લેટફોર્મ પર 24×7 લાઇવ-સ્ટ્રીમ (live stream)કરવામાં આવે છે. સાયશાના એલિમિનેશન (Saisha eliminated) સાથે, પ્રિન્સ નરુલા, મુનવ્વર ફારૂકી, શિવમ શર્મા, અંજલિ અરોરા, આઝમ ફલાહ અને પાયલ રોહતગી વચ્ચે હવે જંગ થવાની છે. આ બધાની વચ્ચે ટ્રોફી જીતવા માટે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે.આજે થઈ રહેલા ફિનાલેમાં પણ અનેક પરફોર્મન્સ જોઈ શકાય છે. જેલર કરણ કુન્દ્રા તેની ગર્લફ્રેન્ડ અને બિગ બોસ વિજેતા તેજસ્વી પ્રકાશ સાથે પણ વોર્ડનની ભૂમિકામાં જોવા મળશે. આજનો એપિસોડ જબરદસ્ત રહેવાનો છે અને આજે 'લોક અપ'ની પ્રથમ સિઝનના વિજેતાના નામ પરથી પડદો ઉંચકાશે.

 

Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Dhurandhar: પાકિસ્તાનમાં પણ રણવીરનો પાવર! શાહરૂખ અને રજનીકાંતના રેકોર્ડ તોડી ‘ધુરંધર’ બની નંબર-1; જાણો શું છે મામલો
Shilpa Shetty: વિવાદો વચ્ચે પણ બિઝનેસ ટાયકૂન બની શિલ્પા: બેસ્ટિયન પર આઈટી તવાઈ છતાં નવી હોટેલ શરૂ કરવાની તૈયારી, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી
Tu Meri Main Tera…’ Trailer Out: કાર્તિક-અનન્યાનો મેજિક કે પછી એ જ જૂની વાર્તા? રિલીઝ થયું ‘તૂ મેરી મૈં તેરા…’નું ટ્રેલર, કેમેસ્ટ્રી હિટ પણ સ્ક્રિપ્ટમાં દમ નથી!
Exit mobile version