Site icon

Sajid khan: નિધનના સમાચાર પર ફિલ્મ નિર્દેશક સાજીદ ખાને તોડ્યું મૌન, વિડીયો શેર કરી ફરાહ ખાન ના ભાઈ એ કરી સ્પષ્ટતા

Sajid khan: પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અને ફરાહ ખાન નો ભાઈ સાજિદ ખાન ફરી એકવાર સમાચારમાં છે કારણ કે લોકોએ તેના નિધન ના સમાચાર આપ્યા હતા. હવે આના પ[ર સાજીદ ખાને એક વિડીયો શેર કર્યો છે અને હકીકત જણાવી છે.

sajid khan broke his silence on the news of death he shared the video

sajid khan broke his silence on the news of death he shared the video

News Continuous Bureau | Mumbai

Sajid khan: ‘હાઉસફુલ’ જેવી ફિલ્મો બનાવનાર દિગ્દર્શક અને કોરિયોગ્રાફર ફરાહ ખાન નો ભાઈ સાજિદ ખાન હાલ ચર્ચામાં છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એવા સમાચાર આવ્યા હતા કે સાજીદ ખાન નું 70 વર્ષ ની વયે નિધન થયું છે. તેઓ કેન્સર સામે જંગ હારી ગયા છે અને તેમને દુનિયા ને અલવિદા કહી દીધું છે. હવે અભિનેતા સાજિદ ખાનની સાથે ફિલ્મ નિર્માતા સાજિદ ખાન ને પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે.આવી સ્થિતિ માં સાજીદ ખાને વિડીયો શેર કરી ને સ્પષ્ટતા કરી કે તે જીવિત છે અને તેને કંઈ થયું નથી. 

Join Our WhatsApp Community

 

સાજીદ ખાને શેર કર્યો વિડીયો 

સાજિદ ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે જેમાં અભિનેતા કહી રહ્યો છે કે,’હું ભૂત છું, હું સાજીદ ખાનનું ભૂત છું, હું તમને બધાને ખાઈ જઈશ, સાજીદ ખાનની આત્માને શાંતિ આપે… નથી મળતી! અમને શાંતિ કેવી રીતે મળશે, તે બિચારો સાજિદ ખાન 70ના દાયકામાં હતો. 1957માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મધર  ઈન્ડિયા’માં જે નાનો છોકરો જેને સુનીલ દત્ત ના બાળપણ નો રોલ કર્યો હતો તેનું નામ સાજિદ ખાન હતું. તેનો જન્મ 1951માં થયો હતો, મારો જન્મ વીસ વર્ષ પછી થયો હતો. તેમનું અવસાન થયું છે અને તેમની આત્માને શાંતિ મળે, પરંતુ મારા કેટલાક બેજવાબદાર મીડિયા મિત્રો, મીડિયા પર્સન, બધા જ નહીં, પરંતુ કેટલાકે મારો ફોટો મૂક્યો. આવી સ્થિતિમાં, ગઈ રાતથી અત્યાર સુધી મને RIP મેસેજ આવી રહ્યા છે, મને ફોન પણ આવી રહ્યા છે કે તમે જીવિત છો? અરે ભાઈ, તમારા આશીર્વાદથી હું જીવતો છું, મર્યો નથી. તમારું મનોરંજન કરવાનું છે. તો આવી સ્થિતિમાં, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે હું જીવિત છું અને સાજિદ ખાનની આત્માને શાંતિ મળે.’


તમને જણાવી દઈએ કે ,ગઈકાલે અભિનેતા સાજિદ ખાનના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી, લોકોએ તેને ફરાહ ખાનના ભાઈ અને ફિલ્મ નિર્માતા સાજિદ તરીકે સમજી લીધો અને અભિનેતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જઈને તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Rubina dilaik: રૂબીના દિલાઈક એ બતાવી દીકરીઓ ની ઝલક, પોસ્ટ દ્વારા જાહેર કર્યા તેમની બાળકી ના નામ, જાણો દીકરીઓના ના નામ નો અર્થ

 

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version