Site icon

Sajid Khan death: મધર ઇન્ડિયા ફેમ અભિનેતા સાજીદ ખાન નું થયું નિધન, આ બીમારી સામે હારી ગયા જિંદગી ની જંગ

Sajid Khan death: ફિલ્મ મધર ઇન્ડિયા માં પોતાના દમદાર અભિનય થી લોકો ના દિલ જીતનાર અભિનેતા સાજીદ ખાન નું 70 વર્ષની વયે નિધન થયું છે. આ સમાચાર થી સમગ્ર ઇન્ડસ્ટ્રી શોકમાં છે

sajid khan death actor dies of cancer

sajid khan death actor dies of cancer

News Continuous Bureau | Mumbai

Sajid Khan death: મધર ઇન્ડિયા ફેમ અભિનેતા અભિનેતા સાજિદ ખાને 70 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતા છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, અભિનેતાનું મૃત્યુ 22 ડિસેમ્બરે થયું હતું.

Join Our WhatsApp Community

 

સાજીદ ખાન ની નિધન 

સાજીદ ખાન ના પુત્ર સમીરે મીડિયા ને કહ્યું, ‘તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. શુક્રવારે (22 ડિસેમ્બર)ના રોજ તેમનું અવસાન થયું. તેઓ કેટલાક સમયથી ફિલ્મોમાં સક્રિય નહોતા અને મોટાભાગે પરોપકારમાં રોકાયેલા હતા.’ અભિનેતા સાજિદ ખાનના પાર્થિવ દેહને કેરળના અલપ્પુઝા જિલ્લામાં કયામકુલમ ટાઉન જુમા મસ્જિદમાં દફનાવવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Anupama: શો ‘અનુપમા’ છોડવાની મુસ્કાન બામને એ કરી પુષ્ટિ, હવે આ અભિનેત્રી ભજવશે અનુપમા ની દીકરી પાખી ની ભૂમિકા

તમને જણાવી દઈએ કે સાજીદ ખાને મધર ઇન્ડિયા માં યુવાન સુનિલ દત્ત ની ભૂમિકા ભજવી હતી. ‘મધર ઈન્ડિયા’ પછી સાજિદ ખાને મહેબૂબ ખાનની ‘સન ઑફ ઈન્ડિયા’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સાજિદ ખાને અમેરિકન ટીવી શો ‘ધ બિગ વેલી’ના એક એપિસોડમાં મહેમાન ભૂમિકા ભજવી હતી અને મ્યુઝિક શો ‘ઈટ્સ હેપનિંગ’માં ગેસ્ટ જજ તરીકે જોવા મળ્યો હતો.

Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Exit mobile version