Site icon News Continuous Bureau | Mumbai

Salaar: જબરદસ્ત એક્શન સીન કે પછી ઇન્ટીમેન્ટ સીન!! પ્રભાસ ની ફિલ્મ સાલાર ને મળ્યું સેન્સર બોર્ડ તરફથી A સર્ટિફિકેટ, રનટાઇમ નો પણ થયો ખુલાસો

Salaar: પ્રભાસ ની ફિલ્મ સાલાર નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે હવે ચાહકો તેના ફેવરિટ સ્ટાર ની ફિલ્મ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે સેન્સર બોર્ડે ફિલ્મ સાલાર ને A સર્ટિફિકેટ આપ્યું છે તેમજ ફિલ્મ નો રનટાઇમ પણ જાહેર થયો છે.

salaar censor board passes with a certificate

salaar censor board passes with a certificate

News Continuous Bureau | Mumbai

Salaar: સાઉથસુપરસ્ટાર પ્રભાસ ની ફીલ્મ સાલાર ની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. ટ્રેલર જોતા એવું લ;આગિ રહ્યું છે કે ફિલ્મ માં જબરજસ્ત એક્શન સીન જોવા મળશે. હવે સેન્સર બોર્ડે ફિલ્મ ને A સર્ટિફિકેટ આપ્યું છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે ફિલ્મ ને A સર્ટિફિકેટ ઇન્ટીમેન્ટ સીન ને કારણે કે પછી એક્શન સીન ને કારણે મળ્યું છે. તો ચાલો જાણીયે હકીકત 

Join Our WhatsApp Channel

 

સાલાર ને મળ્યું A સર્ટિફિકેટ 

ફિલ્મ સાલાર ને સેન્સર બોર્ડે 2 કલાક 55 મિનિટના રનટાઇમ સાથે ‘A’ પ્રમાણપત્ર આપ્યું છે. મતલબ કે આ ફિલ્મ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે છે. આ ફિલ્મમાં તીવ્ર એક્શન, અને ઘણા ભયાનક હિંસાના દ્રશ્યો છે.તેથી તેને A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. નિર્માતાઓએ એક પોસ્ટ લખી છે અને A પ્રમાણપત્ર મેળવવાની માહિતી શેર કરી છે. પ્રોડક્શન કંપની હોમ્બલ ફિલ્મ્સે પોસ્ટર સાથે લખ્યું, ‘સાલાર, સેન્સરનું કામ થઈ ગયું છે. તીવ્ર ‘એક્શન ડ્રામા જોવા માટે થઇ જાઓ તૈયાર. 22મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં.’


‘સાલાર’ માં  પ્રભાસ સાથે પૃથ્વીરાજ સુકુમારન, જગપતિ બાબુ, શ્રુતિ હાસન, ટીનુ આનંદ, બ્રહ્માજી, ઈશ્વરી રાવ અને અન્ય ઘણા લોકો મુખ્ય ભૂમિકામાં છે.

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 માં સારા અલી ખાન ને બદલે આ અભિનેત્રી સાથે જામી શકે છે કાર્તિક આર્યન ની જોડી, મેકર્સ કરી રહ્યા છે એક્ટ્રેસ ના નામ પર વિચાર

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version