Site icon News Continuous Bureau | Mumbai

Salim Khan Marriage: સલીમ ખાન કર્યો ખુલાસો,સલમા સાથે નિકાહ પહેલા લીધા હતા સાત ફેરા,જાણો શું હતું કારણ

Salim Khan Marriage: સલમાન ખાનના પિતા સલીમ ખાન એ જણાવ્યું કે તેમની હિંદુ પત્ની સલમા ના પિતા તેમના ધર્મને લઈને શંકિત હતા, તેથી પહેલા લીધા હતા હિંદુ રીતિ-રિવાજ મુજબ ફેરા

Salim Khan Reveals He Took Saat Phere with Salma Before Nikah Due to Religious Concerns

Salim Khan Reveals He Took Saat Phere with Salma Before Nikah Due to Religious Concerns

News Continuous Bureau | Mumbai

Salim Khan Marriage: બોલીવૂડના જાણીતા લેખક અને અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાન એ તાજેતરમાં તેમના લગ્ન વિશે એક રસપ્રદ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે તેમની પત્ની સલમા ખાન , જેમનું મૂળ નામ સુશીલા ચરક હતું, તે હિંદુ ધર્મની હતી અને તેમના પિતા સલીમના ધર્મને લઈને શંકિત હતા. તેથી સલીમે નિકાહ પહેલા હિંદુ રીતિ-રિવાજ મુજબ સાત ફેરા લીધા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Anit Padda: અનીત પડ્ડાને ને ફિલ્મ સૈયારા માં કામ મળે તે માટે અહાન પાંડે એ કર્યું હતું આવું કામ, અભિનેત્રી એ શેર કર્યો કિસ્સો

“મારા ધર્મથી જ હતી સમસ્યા” — સલીમ ખાન

એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં સલીમ ખાનએ કહ્યું: “મારા સસરા ડોગરા સમુદાયના ડેન્ટિસ્ટ હતા. તેમણે મારી પૃષ્ઠભૂમિ તપાસી અને કહ્યું કે હું સારા પરિવારથી છું, પણ તેમને મારા ધર્મથી સમસ્યા હતી.” તેમણે ઉમેર્યું કે “હું અને મારી પત્ની ધર્મના કારણે ક્યારેય ઝઘડો નહીં કરીએ.”સલીમે કહ્યું કે “મારી પત્ની સલમાને સાત ફેરાની વિધિ ખૂબ પસંદ હતી. તેણે પોતાની બહેન અને કઝિન્સને એ વિધિ કરતા જોયા હતા. તેથી મેં પંડિત શોધીને ફેરા લીધા. પછી અમે નિકાહ પણ કર્યો, જે એ સાબિત કરે છે કે લગ્ન દબાણમાં નહીં, પ્રેમથી થયા છે.”


સલીમ અને સલમાએ 1964માં લગ્ન કર્યા હતા. તેમના ચાર સંતાનો છે — સલમાન ખાન , અરબાઝ, સોહેલ અને અલવીરા. 1981માં સલીમે હેલેન સાથે બીજા લગ્ન કર્યા હતા. આજે પણ સલીમ અને સલમા સાથે છે અને તેમના લગ્નને 60 વર્ષ થઈ ગયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version