Site icon News Continuous Bureau | Mumbai

Salman khan: રણબીર કપૂર ની બહેન રીધ્ધીમા કપૂર ના લગ્ન માં સલમાન ખાને કર્યું હતું એવું કામ કે રિશી કપૂરે ભાઈજાન ને કહેવા પડ્યા હતા આવા શબ્દો

Salman khan: રણબીર કપૂર, રીધ્ધીમા કપૂર અને નીતુ કપૂર કપિલ શર્મા ના શો માં પહોંચ્યા હતા. આ દરમિયાન રીધ્ધીમા ના લગ્ન નો કિસ્સો સામે આવ્યો હતો જેમાં રિશી કપૂર એ સલમાન ખાન ને ત્યાંથી જવા માટે કહ્યું હતું

salman khan became a bartender at ranbir kapoor sister riddhima kapoor wedding

salman khan became a bartender at ranbir kapoor sister riddhima kapoor wedding

News Continuous Bureau | Mumbai 

Salman khan: રણબીર કપૂર તેની માતા નીતુ કપૂર અને બહેન રીધ્ધીમા કપૂર સાથે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં પહોંચ્યો હતો. આ શો માં તેમને ઘણા ખુલાસા પણ કર્યા હતા. હવે કપિલ શર્મા એ શોનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં કપિલ રિદ્ધિમાને પૂછે છે કે તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કયો સ્ટાર સૌથી વધુ ગમે છે? કપિલના સવાલનો જવાબ આપતા રિદ્ધિમાએ કહ્યું કે તેના માતા-પિતા બાદ તે સલમાન ખાનને ખૂબ પસંદ કરે છે. રણબીરે પણ તેની બહેનના નિવેદનની પુષ્ટિ કરતા કહ્યું કે જ્યારે તે ટીનેજર હતી ત્યારે તેના રૂમમાં સલમાનના પોસ્ટર હતા.હવે નીતુ કપૂરે સલમાન ખાન ને લઇને એક ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Boney kapoor: બોની કપૂર ને દીકરી જ્હાન્વી કપૂર ના બોયફ્રેન્ડ પર છે અતૂટ વિશ્વાસ, નિર્દેશક એ શિખર પહાડીયા વિશે કહી આવી વાત

 

નીતુ કપૂરે સંભળાવ્યો કિસ્સો 

નીતુ કપૂરે રીધ્ધીમા ના લગ્ન નો એક રમુજી કિસ્સો શેર કરતા કહ્યું, ‘જ્યારે રિદ્ધિમા લગ્ન કરી રહી હતી ત્યારે સલમાન આવ્યો અને પોતાની મરજીથી કહ્યું કે હું બાર ટેન્ડર તરીકે કામ કરીશ. આના પર ઋષિજીએ કહ્યું, ‘હા તું કરીલે’. ત્યારબાદ સલમાન બાર ટેન્ડર બન્યો અને ધીમે ધીમે ખબર પડી કે દારૂનો સ્ટોક ખતમ થઈ રહ્યો છે. નીતુ કપૂર એ કહ્યું, ‘વેઇટર્સ અમારી પાસે આવવા લાગ્યા અને અમને કહેવા લાગ્યા કે ટકીલા વગેરે ખતમ થઈ ગયા છે. આ જોઈને ઋષિજીને નવાઈ લાગી કે હું આટલું બધું લઈને આવ્યો છું, તે કેવી રીતે ખલાસ થઈ જાય.પાછળથી ખબર પડી કે લોકો તેમના ડ્રિંક્સ ફેંકી ને રિફિલ્સ માટે સલમાન ખાન પાસે જતા હતા, જેથી તેઓ તેમના દ્વારા ભરેલા પીણાંનો આનંદ માણી શકે.’

નીતુ કપૂરે વાત ને આગળ વધારતા કહ્યું, ઋષિજીને આ વાતની જાણ થતાં જ તેઓ તરત જ સલમાન પાસે ગયા અને કહ્યું, ‘ભાઈ, તું હવે અહીંથી જતો રહે  તારા ચક્કર માં કંઈક બીજું થઈ રહ્યું છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar 2 Uncut Version।ફિલ્મ ‘ધુરંધર ૨’ ના વિવાદિત સીન્સ પર કાતર ફરી? કટ અને સેન્સરશિપને લઈને સામે આવ્યા મોટા સમાચાર!
Yash Toxic Movie Update। ‘ટોક્સિક’ના રિશૂટની અફવાઓ પર મેકાર્સે કર્યો ખુલાસો, સોશિયલ મીડિયા પર નિવેદન વાયરલ!
Alpha Teaser Review। ‘આલ્ફા’માં આલિયા ભટ્ટનો એક્શન અવતાર જોઈ બિગ બી થયા ગદગદ, વખાણ કરતા કહી આ મોટી વાત!
Janhvi Kapoor Horror Film। ગ્લેમર બાદ હવે રૂવાડાં ઊભા કરશે જ્હાનવી કપૂર, નવી હોરર ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ ક્રેઝી!
Exit mobile version