Site icon

Salman Khan: ઐશ્વર્યા સાથે ના બ્રેકઅપ બાદ ભાંગી પડ્યો હતો સલમાન ખાન, તેરે નામ ના સેટ પર થઇ હતી આવી હાલત

Salman Khan: સલમાન ખાન અને ઐશ્વર્યા રાય ના સંબંધો અને તેમના વચ્ચે થયેલું બ્રેકઅપ જગ જાહેર છે. તાજેતર માં ગીતકાર સમીર અંજાન એ સલમાન ખાન ને લઈને ખુલાસો કર્યો હતો કે ઐશ્વર્યા સાથે ના બ્રેકઅપ બાદ સલમાન ખાન ની કેવી હાલત થઇ હતી.

Salman Khan Broke Down Listening to Tere Naam Song After Aishwarya Rai Breakup Sameer Anjaan Reveals

Salman Khan Broke Down Listening to Tere Naam Song After Aishwarya Rai Breakup Sameer Anjaan Reveals

News Continuous Bureau | Mumbai

Salman Khan: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને એશ્વર્યા રાય ની પ્રેમકથા અને બ્રેકઅપ હંમેશા ચર્ચામાં રહી છે. તાજેતરમાં ગીતકાર સમીર અંજાન એ એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો કે 2003ની ફિલ્મ “તેરે નામ”  ના શૂટિંગ દરમિયાન સલમાન પોતાના દુઃખને છુપાવી નહોતો શકતો. તે હિમેશ રેશમિયા  ને બોલાવીને ગીત “ક્યૂં કિસી કો વફા કે બદલે વફા નહીં મિલતી” ગાવા કહેતો અને પછી રડી પડતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Avatar: Fire and Ash Trailer : પેન્ડોરા પર વધુ ભડકી યુદ્ધની આગ, અવતાર: ફાયર એન્ડ એશ ધમાકેદાર નું ટ્રેલર થયું રિલીઝ

ગીત અને લાગણીનો સંબંધ

સમીર અંજાનના જણાવ્યા મુજબ, આ ગીત સલમાન માટે “પર્સનલ હાર્ટબ્રેક એન્થમ” (Personal Heartbreak Anthem) બની ગયું હતું. તે શૂટિંગ પહેલા હિમેશને બોલાવીને ગીત સાંભળતો અને પછી રડી પડતો. સલમાને કહ્યું હતું કે આ ગીત એશ્વર્યા સુધી પહોંચવું જોઈએ, કારણ કે એમાં તેનું દુઃખ છુપાયેલું છે. સમીર અંજાને જણાવ્યું કે સલમાને હંમેશા એ ગીતની લાઇન “ક્યૂં કિસી કો વફા કે બદલે વફા નહીં મિલતી” સાંભળવી ગમતી હતી. તે એશ્વર્યા સુધી પોતાનું દુઃખ પહોંચાડવા માંગતો હતો. આ વાતે દર્શાવ્યું કે પ્રેમમાં તૂટી ગયેલા વ્યક્તિ માટે સંગીત કેવી રીતે એક લાગણીશીલ માધ્યમ બની શકે છે.


“તેરે નામ” ફિલ્મમાં સલમાને રાધે નામના પાત્રમાં એક તૂટી ગયેલા પ્રેમીનો રોલ ભજવ્યો હતો. સમીરના જણાવ્યા મુજબ, સલમાન ની વાસ્તવિક લાગણીઓએ ફિલ્મના ભાવનાત્મક દ્રશ્યોને વધુ અસરકારક બનાવ્યા. એ સમયે તેનું દુઃખ તાજું હતું અને એ જ લાગણીઓ સ્ક્રીન પર દેખાઈ આવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rani Mukerji : જાણો કેમ નેશનલ એવોર્ડ માં રાની મુખર્જી એ પહેર્યો હતો તેની દીકરી ના નામ નો નેકલેસ, અભિનેત્રી એ કર્યો ખુલાસો
Shoaib Akhtar Abhishek Bachchan: શોએબ અખ્તરે લાઈવ ટીવી પર અભિષેક બચ્ચન ને સમજ્યો ક્રિકેટર, એક્ટરે આપ્યો મજેદાર જવાબ
Bobby Deol: બોબી દેઓલે ખોલ્યા તેના રહસ્યો, પોતાના જીવનના અંધારા સમય અને દારૂ ની લત ને લઈને કહી આવી વાત
Thamma Trailer: આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાના વચ્ચેની ‘ખૂની’ પ્રેમકથા, “થામા” નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ
Exit mobile version