Site icon

salman khan: તો આ કારણ થી સલમાન ખાને અપનાવ્યો બાલ્ડ લુક! કરણ જોહર સાથે છે કનેક્શન

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને હાલમાં જ પોતાના લુકમાં ધરખમ ફેરફાર કર્યો છે. અહેવાલ છે કે તેણે તેની આગામી ફિલ્મને કારણે આ લુક કેરી કર્યો છે

salman khan carries a bald haircut look for karan johar next movie

salman khan: તો આ કારણ થી સલમાન ખાને અપનાવ્યો બાલ્ડ લુક! કરણ જોહર સાથે છે કનેક્શન

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને હાલમાં જ પોતાના લેટેસ્ટ લુકથી બધાને ચોંકાવી દીધા છે. હાલમાંજ  સુપરસ્ટાર સલમાન ખાન મુંબઈમાં તેના નવા લૂક સાથે જોવા મળ્યો હતો. ફિલ્મ સ્ટાર સલમાન ખાને હાલમાં જ આર્મી કટ લુક કેરી કર્યો છે. અભિનેતાએ ખૂબ જ ટૂંકી હેરસ્ટાઇલ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારથી એવી ચર્ચા ચાલી રહી છે કે ફિલ્મ સ્ટાર સલમાન ખાને શા માટે પોતાના લુકમાં ધરખમ ફેરફાર કર્યો છે. તેનો બાલ્ડ લુક જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ દરમિયાન સુપરસ્ટાર સલમાન ખાનના લેટેસ્ટ લુકને લઈને એક તાજા સમાચાર સામે આવ્યા છે. જેના કારણે સલમાન ખાનના ચાહકો ખુશીથી ઝૂમી ઉઠવાના છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : salman khan : ‘ટાઇગર 3’ ની રિલીઝ પહેલા નવા અવતારમાં દેખાયો સલમાન ખાન ,ભાઈજાન નો સ્વેગ જોઈ ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા

ધર્મા પ્રોડક્શન ની ફિલ્મ માટે સલમાન ખાને પોતાનો લુક બદલ્યો છે

પ્રાપ્ત માહિતી અનુસાર, સુપરસ્ટાર સલમાન ખાને તેની આગામી ફિલ્મ માટે આ નવો લુક કેરી કર્યો છે. ફિલ્મ સ્ટાર સલમાન ખાન ટૂંક સમયમાં ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી આગામી ફિલ્મમાં જોવા મળશે. ‘શેર શાહ’ના નિર્દેશક વિષ્ણુ વર્ધનના નિર્દેશનમાં બની રહેલી નિર્માતા કરણ જોહરની આ ફિલ્મ આર્મી બેકગ્રાઉન્ડ પર આધારિત છે. જેમાં સુપરસ્ટાર સલમાન ખાન આર્મી ઓફિસરની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. શેર શાહની બમ્પર સફળતા પછી, નિર્દેશક વિષ્ણુ વર્ધન તેની આગામી ફિલ્મની તૈયારી કરવા લાગ્યા. જેમાં સલમાન ખાન લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને લઈને ચાહકોમાં પહેલેથી જ જોરદાર ચર્ચા છે. આ જ કારણ છે કે ફિલ્મ સ્ટાર સલમાન ખાને પોતાના લુકમાં આ બદલાવ કર્યો છે.રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે નવેમ્બર મહિનાથી શરૂ થવાનું છે. 

 

Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Dhurandhar 2 Success: 1600 કરોડની સફળતાનો નશો? રણવીર સિંહ વિશે માનવ ગોહિલે કહી આ મોટી વાત, ફેન્સ પણ ચોંકી ગયા
TRP Report Week 13: TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘અનુપમા’ ને પછાડીને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ બની નંબર-1, જાણો અન્ય સીરિયલ્સની હાલત
Exit mobile version