Site icon

salman khan: સલમાન ખાન ના ઘરે થયેલા ગોળીબાર બાદ કંઈક આવી હતી અભિનેતા ની હાલત, ખાન પરિવાર ના નજીક ના મિત્ર એ આપી માહિતી

salman khan: રવિવારે સલમાન ખાન ના ઘર ગેલેક્સી માં ગોળીબાર થયો હતો.ત્યારે સલમાન ખાન પોતાના ઘરે જ હતો. હવે આ ગોળીબાર બાદ સલમાન ખાન ની હાલત કેવી હતી તેના પર અભિનેતા ના નજીક ના મિત્ર એ જણાવ્યું છે.

salman khan condition reaction after firing at house galaxy apartment

salman khan condition reaction after firing at house galaxy apartment

News Continuous Bureau | Mumbai 

salman khan: રવિવારે વહેલી સવારે સલમાન ખાન ના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર બે હુમલાખોરો એ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર માં એક ગોળી સલમાન ખાન ના ઘર ની બાલ્કની જ્યાં તે તેના ફેન્સ ને મળવા આવતો હોય છે ત્યાં પણ વાગી હતી. સલમાન ખાનના ઘર પર થયેલા ગોળીબાર ની તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસથી લઈને એટીએસ સુધીની તમામ મોટી તપાસ એજન્સીઓ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તેમજ હુમલાખોરો ના ચહેરા પણ સામે આવી ગયા છે. હવે આ સમગ્ર મામલે સલમાન ખાનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salman Khan House Firing: સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર, બાઇક પર બે શૂટર્સ આવ્યા, પોલીસે સુરક્ષા વધારી…

સલમાન ખાન ની પ્રતિક્રિયા 

મીડિયા રિપોર્ટ મુજબ  સલમાન ખાન અને તેના પરિવારના એક નજીકના મિત્રએ ઘટના પછી સલમાનની સ્થિતિ વિશે માહિતી આપી છે. નજીક ના મિત્ર એ જણાવ્યું  કે- “આ ફાયરિંગ વિશે ભાઈ કહે છે કે તેને પોતાના જીવનની ચિંતા નથી, પરંતુ તે તેના પરિવારની વધુ ચિંતા કરે છે. તે પરિવાર ને લઈને ખૂબ જ ડરે છે. સલીમ અંકલે હવે સલમાન ખાનને ઘરેથી દૂર ક્યાંક બીજે રહેવાની સલાહ આપી છે. 


મિત્રએ વધુ માં જણાવ્યું કે “સલમાન ખાનનો પરિવાર પણ ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ જેવો છે, અહીં બધા એકબીજાનું ધ્યાન રાખે છે. બહાર સલીમ અંકલ ખૂબ જ શાંત અને મસ્ત રહે છે પરંતુ આખો પરિવાર જાણે છે કે તેમના પુત્ર સલમાન ને મળેલી ધમકીથી તેઓ કેટલા ડરી ગયા છે. સલમાનને લાગે છે કે તે ધમકી પર જેટલું ધ્યાન આપશે તેટલું જ અન્ય વ્યક્તિને લાગશે કે તે ડરી ગયો છે. સલમાન નસીબમાં વિશ્વાસ રાખે છે અને માને છે કે જે થવાનું છે તે થશે ત્યારે થશે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Screen Awards 2026: રણવીર સિંહ અને અક્ષય ખન્નાની મોટી સફળતા: સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં ‘ધુરંધર’ ફિલ્મનો દબદબો, જાણો વિજેતાઓની યાદી
Yeh Rishta Kya Kehlata Hai Twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટ્વિસ્ટ: અભિરાની જિંદગી નરક બનાવવા કોણે રચ્યું મોટું ષડયંત્ર? ઘરની જ વ્યક્તિ નીકળી દુશ્મન.
Karishma Tanna Announces Pregnancy: લગ્નના ૪ વર્ષ બાદ કરિશ્મા તન્ના બનશે મમ્મી! અભિનેત્રીએ ખાસ અંદાજમાં ચાહકોને આપ્યા ખુશખબર
Bhooth Bangla Trailer: તબ્બુનો સરપ્રાઈઝ લુક અને અક્ષયની કોમેડી: ‘ભૂત બંગલા’ના ટ્રેલરમાં જોવા મળી ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ઝલક
Exit mobile version