News Continuous Bureau | Mumbai
Salman khan: સલમાન ખાન ના ભાઈ અરબાઝ ખાન લગ્ન ના બંધન માં બંધાઈ ચુક્યો છે. અરબાઝ ખાને તેની ગર્લફ્રેન્ડ શૂરા ખાન સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન અરબાઝ ખાન ની બહેન અર્પિતા ના ઘરે થયા હતા. આ દરમિયાન અરબાઝ ખાન નો પૂરો પરિવાર હાજર હતો. હવે અરબાઝ ખાન ના લગ્ન નો અંદર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સલમાન ખાન તેની ભાભી શૂરા ખાન અને ભત્રીજા અરહાન ખાન સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
અરબાઝ ખાન ના લગ્ન માં નાચ્યો સલમાન ખાન
અરબાઝ ખાન ના લગ્ન નો અંદર નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં સલમાન ખાન ગ્રે કલર ના પઠાણી ડ્રેસ માં જોવા મળી રહ્યો છે. તેની સાથે અરબાઝ ખાન અને મલાઈકા અરોરા નો પુત્ર અરહાન ખાન, અરબાઝ ખાન ની દુલહન શૂરા ખાન, અલવીરા ખાન ગાયિકા હર્ષદીપ કૌર ના ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
અરબાઝ ખાન અને શૂરા ખાન ના લગ્ન માં અરબાઝ ખાનના પરિવારના સભ્યો ઉપરાંત, રવિના ટંડન, રાશા થડાની, રિદ્ધિમા પંડિત, રિતેશ દેશમુખ-જેનેલિયા દેશમુખ, ફરાહ ખાન, સાજિદ ખાન પણ લગ્નમાં સામેલ થયા હતા.જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
આ સમાચાર પણ વાંચોઃ Bigg boss 17: નેશનલ ટીવી પર વિકી જૈન એ અંકિતા લોખંડે સાથે કર્યું એવું વર્તન કે સોશિયલ મીડિયા પર મચ્યો હંગામો
