Site icon News Continuous Bureau | Mumbai

યુલિયા વંતુર નહીં પરંતુ આ અભિનેત્રી ના પ્રેમ માં પડ્યો સલમાન ખાન, 24 વર્ષ નાની અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે ભાઈજાન!

સમાચાર અનુસાર, સલમાન ખાનને તેનો પ્રેમ મળી ગયો છે. અભિનેતાએ આગામી 2 ફિલ્મો માટે પૂજા હેગડેને પણ સાઈન કરી છે.તેથી એવું માનવામા આવી રહ્યું છે કે અભિનેતા એ યુલિયા વંતૂર ને છોડી ને પૂજા હેગડે ને ડેટ કરી રહ્યો છે.

salman khan dating actress pooja hegde

યુલિયા વંતુર નહીં પરંતુ આ અભિનેત્રી ના પ્રેમ માં પડ્યો સલમાન ખાન, 24 વર્ષ નાની અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે ભાઈજાન!

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન ( salman khan  ) એક યા બીજા કારણોસર હેડલાઈન્સમાં રહે છે. અભિનેતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેની પર્સનલ લાઈફને ( dating ) લઈને પણ અનેક પ્રકારના સમાચાર બહાર આવતા રહે છે. હવે આ વખતે દબંગ ખાન વિશે એવા સમાચાર ( pooja hegde ) આવ્યા છે, જેને વાંચીને તેના ચાહકોની ખુશીનો પાર નથી.

Join Our WhatsApp Channel

શું ખરેખર સલમાન ખાન ને થઇ ગયો પ્રેમ?

આ વાત તો દરેક વ્યક્તિ જાણે છે કે સલમાન ખાનનું નામ આજ સુધી તેની કારકિર્દીમાં ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે. તેમાંથી કેટલાક સાથે તેના સંબંધો પણ ખૂબ જ ગંદા વળાંક પર સમાપ્ત થયા. હવે એવા અહેવાલો છે કે સલમાન ખાને પોતાનો નવો જીવનસાથી શોધી લીધો છે. હા, તાજેતરના અહેવાલ મુજબ, ભાઈજાન પૂજા હેગડેને ડેટ કરી રહ્યો છે.આ મામલાની માહિતી આપતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અંદરની માહિતી આપનાર ઉમૈર સંધુએ એક ટ્વિટ કર્યું છે. પોતાના ટ્વિટમાં ઉમૈરે લખ્યું, ‘બ્રેકિંગ ન્યૂઝઃ બીટાઉનમાં એક નવું કપલ આવ્યું છે!! મેગા સ્ટાર સલમાન ખાન પૂજા હેગડેના પ્રેમમાં પડી ગયો છે. સલમાન ખાનના પ્રોડક્શન હાઉસે પણ પૂજાને આગામી 2 ફિલ્મો માટે સાઈન કરી છે. બંને આ દિવસોમાં સાથે ઘણો સમય પણ વિતાવી રહ્યા છે. આ વાતની પુષ્ટિ સલમાન ખાનની ખૂબ જ નજીકની વ્યક્તિએ કરી છે.

આ સમાચાર પણ વાંચો:  તમિલનાડૂમાં આજે ત્રાટકશે ‘મૈંડૂસ’ ચક્રવાત, મહારાષ્ટ્રમાં થશે તેની અસર.. મુંબઈ સહિત આ ભાગોમાં પડશે કમોસમી વરસાદ.. 

આ ફિલ્મમાં મળશે જોવા

તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને પૂજા હેગડે જલ્દી જ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં સાથે જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે મોટા પડદા પર રિલીઝ થશે. અભિનેતાના ચાહકો પહેલાથી જ આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત હતા. તે જ સમયે, આ સમાચાર સામે આવ્યા પછી, ચાહકોની ઉત્તેજના સાતમા આસમાને પહોંચી ગઈ છે.જો કે, બંને તરફથી તેમના સંબંધો વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

Jailer 2 OTT Release થિયેટરોમાં રેકોર્ડબ્રેક કમાણી કર્યા બાદ હવે OTT પર રિલીઝ થઈ રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ ‘જેલર 2’, જાણો કયા પ્લેટફોર્મ અને કઈ ભાષાઓમાં જોઈ શકશો
Kiara Sidharth Love Story લગ્ન પહેલા તૂટી ગયો હતો સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનો સંબંધ, અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેવી રીતે ફરી નજીક આવ્યા
Kareena Kapoor Controversies ફિલ્મ ‘કુર્બાન’ ના પોસ્ટરથી લઈને કુરાનની આયતવાળા પેન્ડન્ટ સુધી, આ 6 મોટા વિવાદોને કારણે કરીના કપૂરની છબીને પહોંચ્યું હતું નુકસાન
Hanuman Ansh OTT Deal બ્લોકબસ્ટર ફિલ્મ ‘હનુમાન અંશ’ ના મેકર્સની લાગી લોટરી, ₹63 કરોડમાં વેચાયા OTT અને ટીવી રાઇટ્સ, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ
Exit mobile version