Site icon

સોમી અલી એ ફરી જણાવ્યું સલમાન ખાનનું ઘૃણાસ્પદ કૃત્ય, અભિનેતા વિશે ખોલ્યું એવું રહસ્ય કે કોઈ ને પણ લાગશે નવાઈ

અભિનેત્રી સોમી અલીએ સલમાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. સોમીએ પોતાની પોસ્ટમાં કહ્યું કે સલમાન તેના ભારત આવવાનું સૌથી મોટું કારણ હતું. 16 વર્ષની ઉંમરે તેને સલમાન ખાન પર ક્રશ થઈ ગયો હતો. તેની સાથે લગ્ન કરવા તે અમેરિકાથી ભારત આવી હતી. પરંતુ અહીં સલમાને તેની સાથે ખરાબ વર્તન કર્યું.

salman khan ex girlfriend somy ali again accuses him for physical abuse

સોમી અલી એ ફરી જણાવ્યું સલમાન ખાનનું ઘૃણાસ્પદ કૃત્ય, અભિનેતા વિશે ખોલ્યું એવું રહસ્ય કે કોઈ ને પણ લાગશે નવાઈ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના દબંગ સલમાન ખાન ( salman khan ) અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. તેના ચાહકોની કોઈ કમી નથી. સલમાન ખાનની સૌથી વધુ ફેન ફોલોઈંગ મહિલાઓમાં છે. છોકરીઓ સલમાન ખાનની પાછળ પાગલ છે. એટલું જ નહીં, સલમાન ખાન તેની પર્સનલ લાઈફ અને લવ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. તાજેતરમાં જ ફરી એકવાર સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ ( ex girlfriend somy ali )  સોમી અલીએ તેના પર ગંભીર આરોપ ( physical abuse ) લગાવ્યા છે. સોમી અલીની એક પોસ્ટ જોરદાર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં તે પોતાના જૂના દિવસોને યાદ કરવાની વાત કરી રહી છે.

Join Our WhatsApp Community

 સોમી અલી એ શેર કરી પોસ્ટ

સોમીની પોસ્ટ તેની એનજીઓ નો મોર ટિયર્સ થી શરૂ થઈ હતી. તેણીએ આ પોસ્ટમાં આગળ લખ્યું છે કે તેણે માનવ તસ્કરી અને ઘરેલુ હિંસાનો ભોગ બનેલા લોકો માટે આ એનજીઓ શરૂ કરી હતી. પીડિતોને બચાવવા માટે તેણે 15 વર્ષ સુધી પોતાનું લોહી અને પરસેવો આપ્યો. તે ડોક્યુમેન્ટરી તરીકે પણ બતાવવામાં આવ્યું હતું. સોમીએ પછી ખુલાસો કર્યો કે તેણે નો મોર ટિયર્સ શરૂ કર્યું કારણ કે તે પોતે બાળપણમાં જાતીય હિંસાનો શિકાર હતી. તેણે કહ્યું કે પાંચ વર્ષની ઉંમરે તેનું શારીરિક શોષણ થયું હતું. આ પછી, નવ વર્ષની ઉંમરે, પાકિસ્તાનમાં ઘરના સહાયક દ્વારા તેણીનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું.

ઘરેલુ હિંસા ને લઇ ને કહી આવી વાત

સોમીએ વધુમાં જણાવ્યું કે 14 વર્ષની ઉંમરે અમેરિકામાં તેના પર બળાત્કાર થયો હતો. આ પછી, જ્યારે તે ભારત આવી ત્યારે તે વ્યક્તિ એ મારી સાથે ઘરેલુ હિંસા પણ કરી હતી, જેની સાથે મેં આઠ વર્ષ સુધી ડેટ કરી હતી. સોમી એ તેની આગામી પોસ્ટમાં લખ્યું છે કે મારો ભારત આવવાનો વાસ્તવિક હેતુ સલમાન ખાન સાથે લગ્ન કરવાનો હતો. હું તે સમયે 16 વર્ષની માસૂમ છોકરી હતી. એ વખતે મારું મન સાવ બાલિશ હતું. મને ખ્યાલ નહોતો કે વાસ્તવિક જીવનમાં તેણે મારા માટે જે પાત્ર ભજવ્યું હતું તે એટલું અલગ હતું.

આ સમાચાર પણ વાંચો:   કેમ અર્ચના પુરણ સિંહ સહન કરે છે કપિલ શર્માની હરકતો? આ સવાલ પર અભિનેત્રી એ આપ્યો આવો જવાબ

 સોમી અલી એ સલમાન ખાન પર લગાવ્યા આરોપ

સોમી અલી એ જણાવ્યું કે સલમાન ખાને ભારતની ‘ફાઈટ એન્ડ ફ્લાઈટ’ ડિસ્કવરી સીરિઝને ભારતમાં પ્રતિબંધિત કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે. ન્યૂયોર્કમાં તેના વકીલો હાજર હતા, તેઓએ મને ધમકીભર્યા મેલ મોકલ્યા અને કહ્યું કે જો હું સલમાન વિરુદ્ધ કંઈ કહીશ તો તેઓ તેને મારી નાખશે. આ સિવાય જ્યારે હું મુંબઈમાં હતી ત્યારે સલમાન ખાન મારી સાથે મારપીટ કરતો હતો. તે સમયે મારા મેક-અપ આર્ટિસ્ટ અજય શેલારે ઉઝરડા છુપાવવા માટે મારી ગરદન અને બીજી ઘણી જગ્યાએ મેક-અપ કરવો પડ્યો હતો. જ્યારે હું સ્ટુડિયોમાં જતી ત્યારે નિર્માતાઓ આ બધું જોતા હતા. સોમીએ વધુમાં કહ્યું કે આ બધા બ્રેકિંગ ન્યૂઝ નથી. સલમાને તમામ યુવતીઓ સાથે આવું કર્યું છે.

આ સમાચાર પણ વાંચો:  20 વર્ષ પછી મોટા પડદે સાથે જોવા મળશે સૈફ અલી ખાન અને શાહરૂખ ખાન ! ખૂબ જ રસપ્રદ છે આગામી પ્રોજેક્ટ

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Exit mobile version