Site icon News Continuous Bureau | Mumbai

Salman khan:સલમાન ખાન ના ઘરે થયેલ ફાયરિંગ પર આવ્યું એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીનું રિએક્શન, બિશ્નોઇ ગેંગ ને કરી આવી વિનંતી

Salman khan: સલમાન ખાન અભિનેત્રી સોમી અલી ને ડેટ કરી ચુક્યો છે. હવે સલમાન ખાન ની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી એ તેના ઘર પર થયેલ ફાયરિંગ અંગે ચિંતા વ્યક્ત કરતા બિશ્નોઇ હેડ ની વિનંતી કરી છે.

Salman khan ex girlfriend somy ali reaction on house firing case

Salman khan ex girlfriend somy ali reaction on house firing case

News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર 14 એપ્રિલે ગોળીબાર થયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.  હવે આ મામલે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી ની પ્રતિક્રિયા સામે આવી છે. સોમીએ હાલમાં જ અભિનેતાની સુરક્ષા અંગે વાત કરી છે. સોમી અલી એ સલમાન ખાન ને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Suhana khan and Agastya nanda: કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે ડિનર ડેટ પર જોવા મળી સુહાના ખાન, પાપારાઝી ને જોતા બંને નું હતું આવું રિએક્શન, જુઓ વિડીયો

સલમાન ખાન ને લઈને ચિંતત છે સોમી અલી 

સોમી અલી એ એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન કહ્યું કે,’સલમાન ખાન સાથે જે કંઈ પણ થયું, હું ક્યારેય નથી ઇચ્છતી કે મારા કોઈ દુશ્મન સાથે થાય. અમારી વચ્ચે ગમે તે થયું હોય, મારી પ્રાર્થના તેની સાથે છે. હું ક્યારેય નથી ઇચ્છતી કે આવું કોઈની સાથે થાય, પછી તે સલમાન હોય કે શાહરૂખ ખાન હોય કે પછી મારો પાડોશી હોય.હું ક્યારેય નથી ઇચ્છતી કે સલમાન અને તેનો પરિવાર આ દર્દમાંથી પસાર થાય અને હું તેના માટે પ્રાર્થના કરું છું. જ્યારે મારી માતા અને મને આ વિશે ખબર પડી ત્યારે અમે ચોંકી ગયા. અમે પ્રાર્થના કરી કે તેને કંઈ થયું નથી. દરેક વ્યક્તિ ઈમેજ કોન્શિયસ છે પછી તે હું હોઉં, સલમાન, શાહરૂખ કે અન્ય કોઈ. તેથી તેણે તેને જે યોગ્ય લાગ્યું તે કર્યું. પરંતુ સૌથી વધુ હું તેના વિશે ચિંતિત છું કે તે શેમાંથી પસાર કરી રહ્યો છે.’


સોમી અલી એ વાત ને આગળ વધારતા કહ્યું, ‘કોઈને કાયદો તોડવાનો અધિકાર નથી, આજે પણ હું ભૂલો કરું છું, તમે પણ કરો છો આપણે બધા ભૂલો કરીએ છીએ. આ આપણો માનવ સ્વભાવ છે. પરંતુ જો તમે કોઈને મારવાનું અથવા કોઈ પર ગોળીબાર કરવાનું વિચારી રહ્યા છો તો તમે રેખા પાર કરી રહ્યા છો. હું શિકારને સમર્થન આપતી  નથી, પરંતુ તે લાંબા સમય પહેલાની વાત છે. ત્યારે સલમાન યુવાન હતો. હું બિશ્નોઈ જાતિના વડાને વિનંતી કરવા માંગુ છું કે કૃપા કરીને તેને માફ કરો.સામાન્ય માણસ હોય કે સલમાન ખાન કોઈનો જીવ લેવો યોગ્ય નથી. ન્યાય જોઈતો હોય તો કોર્ટમાં જાવ. હું ભારતના કાયદામાં વિશ્વાસ કરું છું. હું બિશ્નોઈ સમુદાયને કહેવા માંગુ છું કે સલમાન ખાનને મારીને કાળા હરણ પાછા નહીં લાવી શકાય. જે બન્યું તે બદલી શકાતું નથી. વીતેલાને વીતી જવા દો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version