News Continuous Bureau | Mumbai
Salim khan death threat: સલમાન ખાન તો પહેલે થી જ બિશ્નોઇ ગેંગ ના નિશાના પર હતો હવે પરિવાર ના આ સભ્ય ને પણ બિશ્નોઇ ગેંગ એ મારી નાખવાની ધમકી આપી છે.આ સભ્ય બીજું કોઈ નહીં પરંતુ સલમાન ખાન ના પિતા અને જાણીતા લેખક સલીમ ખાન છે. જી હા સલીમ ખાન ને મારી નાખવાની ધમકી મળી છે. આ મામલે પોલીસે બે લોકો ની ધરપકડ પણ કરી છે.
આ સમાચાર પણ વાંચો : Kangana ranaut: રાજનીતિ માં આવતા જ બદલાયા કંગના રનૌત ના સુર, આ અભિનેત્રી ના વખાણ કરતી જોવા મળી પંગા કવીન
સલીમ ખાન ને મળી જાન થી મારી નાખવાની ધમકી
આ ઘટના બુધવારે સવારે બની હતી.પોલીસ રિપોર્ટ અનુસાર, જ્યારે સલીમ ખાન કાર્ટર રોડ મોર્નિંગ વોક કર્યા બાદ બેઠા હતા , ત્યારે સ્કૂટર પર એક વ્યક્તિ એક મહિલા સાથે આવ્યો અને તેની પાસે રોકાયો. તે વ્યક્તિએ સલીમ ખાનને ધમકીભર્યા સ્વરમાં કહ્યું, શું હું લોરેન્સ બિશ્નોઈને મોકલું? સ્કૂટર પર સવાર મહિલાએ બુરખો પહેર્યો હતો અને તેણે પોતાનો ચહેરો છુપાવ્યો હતો.
#SalimKhan the father of #SalmanKhan of #Bollywood was threatened while he was in today morning walk.. In #Bandra
Note- 2 Scotty Rider came near to him and said #LawrenceBishnoi ko bulau kya
Tere ko tapkadoo kya..Scooty Rider 1 is men other is in burqa.. pic.twitter.com/sjBJ9bt2kp
— ashis praharaj (@ashisppraharaj) September 19, 2024
આ ઘટના બાદ સલીમ ખાનેપોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાંદ્રા સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ‘સલીમ ખાન સ્કૂટરની નંબર પ્લેટના માત્ર ચાર નંબર – 7444 – ઓળખી શક્યા હતા. જોકે, તેનાથી પોલીસને આરોપીની ઓળખ કરવામાં મદદ મળી હતી.’ રિપોર્ટ મુજબ બાંદ્રા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
