Site icon

સિનેમાઘરો પછી આ OTT પ્લેટફોર્મ પર સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ મચાવશે ધૂમ, આટલા કરોડમાં ફાઇનલ થઇ ડીલ!

સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના ઓટીટી રીલીઝને લઈને એક અપડેટ બહાર આવ્યું છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના OTT રાઈટ્સ વેચાઈ ગયા છે.

salman khan film kisi ka bhai kisi ki jaan ott rights sold to zee5

સિનેમાઘરો પછી આ OTT પ્લેટફોર્મ પર સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' મચાવશે ધૂમ, આટલા કરોડમાં ફાઇનલ થઇ ડીલ!

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના લોકપ્રિય અભિનેતા સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ગયા શુક્રવારે એટલે કે 21 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મે પહેલા વીકએન્ડમાં જ 68.17 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ વિશે એક મોટું અપડેટ આવ્યું છે, જે સાંભળીને તેના ફેન્સ ખુશ થઈ જશે. વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનની આ ફિલ્મની OTT ડીલ થઈ ગઈ છે. આવો જાણીએ શું છે સમગ્ર સમાચાર.

Join Our WhatsApp Community

 

આટલા કરોડ માં ફાઇનલ થઇ ડીલ 

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સલમાન ખાન ની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની OTT ડીલ થઈ ગઈ છે. સલમાન ખાનની આ ફિલ્મના ડિજિટલ રાઇટ્સ ZEE5ને 80 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા છે. રિપોર્ટમાં સલમાન ખાનની ફિલ્મની રિલીઝ ડેટ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે, ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની OTT ડીલને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અત્યારે તો આ સમાચાર આવ્યા બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. જણાવી દઈએ કે સલમાન ખાને ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ પ્રોડ્યુસ કરી છે. 

 

 ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ નું બોક્સ ઓફિસ કલેક્શન 

સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’એ શુક્રવારે 15.81 કરોડ રૂપિયા, શનિવારે 25.75 કરોડ રૂપિયા અને રવિવારે 26.61 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ રીતે ફિલ્મે પહેલા વીકેન્ડ પર 68.17 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફરહાદ સામજી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં સલમાન ખાન અને પૂજા હેગડે ઉપરાંત શહનાઝ ગિલ, જગપતિ બાબુ, દગ્ગુબાતી વેંકટેશ, સિદ્ધાર્થ નિગમ, શહનાઝ ગિલ, પલક તિવારી, રાઘવ જુયાલ, જસ્સી ગિલ, વિનલ ભટનાગર. , માલવિકા શર્મા પણ જોવા મળે છે.

Sushmita Sen birthday: સિલ્વર સ્ક્રીન થી દૂર હોવા છતાં શાનદાર જીવનશૈલી જીવી રહી છે સુષ્મિતા સેન, જાણો કેટલી અમીર છે 50 વર્ષની મિસ યુનિવર્સ
Jaya Bachchan and Waheeda Rehman: કામિની કૌશલ ની પ્રાર્થના સભામાં જયા બચ્ચન અને વહિદા રહમાન એ આપી હાજરી, દિગ્ગ્જ અભિનેત્રી ને આપી શ્રદ્ધાંજલિ
Shahrukh and Salman: સલમાન ખાન ના ગીત પર શાહરુખ ખાને લગાવ્યા ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Exit mobile version