Site icon

Salman khan: ભારત મેચ જીતતા સલમાન ખાન ને પડ્યો આર્થિક ફટકો, એવું શા માટે જાણો અહીં

Salman khan: સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પરંતુ ગઈકાલે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3ના કલેક્શનમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતું. તેનું એક મોટું કારણ ભારત અને ન્યુઝીલેન્ડ વર્લ્ડ કપ મેચ હતું.

salman khan film tiger 3 collection impacted by india vs newzealand semifinal match

salman khan film tiger 3 collection impacted by india vs newzealand semifinal match

News Continuous Bureau | Mumbai 

 Salman khan: ગઈકાલે મુંબઈ ના વાનખેડે સ્ટેડિયમ માં ભારત અને ન્યુઝીલેન્ડ ની સેમિફાઇનલ મેચ યોજાઈ હતી. આ મેચ ને લઈને દર્શકો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતે ન્યુઝીલેન્ડ સામે ની આ મેચ જીતી ને ફાઇનલ માં પોતાનું સ્થાન હાસિલ કર્યું છે. આ મેચ જોવા ઘણા સેલેબ્સ સ્ટેડિયમ માં પહોંચ્યા હતા. સેમિફાઇનલ મેચ ની અસર સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 ના કલેક્શન પર જોવા મળી હતી. સલમાન ખાન ની આ ફિલ્મ ને આર્થિક નુકસાન થયું હતું. આ ફિલ્મ ની કમાણી ચોથા દિવસે લગભગ અડધી થઈ ગઈ હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Salman khan: સલમાન ખાને તેના નાના ફેન્સ ને આપી સરપ્રાઈઝ,ટાઇગર 3 ના સ્ક્રીનિંગ માં બાળકો સાથે કર્યું આ કામ, વિડીયો થયો વાયરલ

ટાઇગર 3 નું કલેક્શન 

સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 દિવાળી ના દિવસે એટલેકે રવિવાર ના દિવસે રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ને રિલીઝ થયે 4 દિવસ થઇ ગયા છે. મીડિયા રિપોર્ટ મુજબ, ફિલ્મે પ્રથમ દિવસે 44.5 કરોડ રૂપિયા, બીજા દિવસે 59 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 44 કરોડ રૂપિયા અને ચોથા દિવસે 22 કરોડ રૂપિયા (પ્રારંભિક અંદાજ) કલેક્શન કર્યું હતું. ફિલ્મે ચાર દિવસમાં લગભગ 169.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ટાઈગર 3 ના ચોથા દિવસના સત્તાવાર આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ પ્રારંભિક અંદાજમાં કમાણી શરૂઆતના દિવસે જેટલી હતી તેનાથી લગભગ અડધી થઇ છે. 

Gauri Khan Restaurant Tori : શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનના રેસ્ટોરાં ‘ટોરી’માં ભોજન માટે તમારે ખાલી કરવા પડશે તમારા ખિસ્સા, જાણો તેનું મેન્યુ અને ભાવ
TRP Report Week 42: TRP કિંગ કોણ? વીક 42ના રિપોર્ટમાં ‘અનુપમા’ અને ‘તુલસી’ની સત્તા યથાવત્, ‘બિગ બોસ 19’ની ધમાકેદાર એન્ટ્રી
Shahrukh khan: જન્મદિવસે મન્નત પર ફેન્સને મળશે શાહરુખ ખાન? #AskSRKમાં આપ્યો મજેદાર જવાબ
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી…’માં મેગા લીપ! શોમાં આવશે જબરદસ્ત વળાંક, હવે તુલસી નહીં,આ પાત્ર પર રહેશે ફોકસ
Exit mobile version