Site icon News Continuous Bureau | Mumbai

દર્શકો માટે સલમાન ખાન લાવ્યો ડબલ ધમાકો,અભિનેતા એ લગ્નને લઈને આપ્યો આ જવાબ, વીડિયોમાં જોવા મળી એક્ટરની ફની સ્ટાઇલ; જાણો વિગત, જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai. Salman khan give this answer regarding marriage  in new ad          

બોલિવૂડનો ભાઈજાન  સલમાન ખાન તેની ફિલ્મોમાં તેની જબરદસ્ત એક્શન અને તેની રોમેન્ટિક શૈલી માટે જાણીતો છે. હવે તેનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક સવાલનો જવાબ આપી રહ્યો છે કે લગ્ન થઈ ગયા છે. પરંતુ અંતે તે તેના જવાબને સંપૂર્ણપણે ટ્વિસ્ટ કરે છે. જે બાદ ફેન્સ કોમેન્ટ કરીને પોતાનો ફની રિસ્પોન્સ આપી રહ્યા છે.

Join Our WhatsApp Channel

 

વાત એમ છે કે, અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના એક જાહેરાતનો વીડિયો શેર કર્યો હતો, જેમાં ડબલ રોલ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં અભિનેતા તેની ફિલ્મ 'હમ આપકે હૈ કૌન'માં પોતાના પાત્ર પ્રેમ સાથે વાત કરતો જોવા મળે છે. મહેમાનોથી ભરેલા રૂમમાં ઉભા રહેતા પ્રેમ અને સલમાન ખાન એકબીજા સામે જોઈને હસતા હોય છે.આ વીડિયોમાં પ્રેમ સલમાનને અનેક સવાલો પૂછે છે અને પછી પૂછે છે, અને લગ્ન? આના જવાબમાં સલમાને કહ્યું, ' થઈ ગયું.' ચોંકીને પ્રેમે પૂછ્યું, થઈ ગયું. જેના પર અભિનેતા કહે છે, તમારી બધી ગર્લફ્રેન્ડ નું.સોશિયલ મીડિયા પર આ વીડિયો આવ્યા બાદ ફેન્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અભિનેત્રીઓના નામનું ઉદાહરણ આપતા એક યુઝરે લખ્યું કે, તમામ ગર્લફ્રેન્ડના લગ્ન થઈ ગયા. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, શું પોઇન્ટ માર્યો છે સર .

સૈફ- કરીના ના દીકરા તૈમુરે કેમેરા સામે કર્યું આવું કૃત્ય, પિતા સાથે નો વિડીયો થયો વાયરલ; જાણો વિગત, જુઓ વિડીયો

સલમાન ખાન ના  વર્કફ્રન્ટ વિશે વાત કરીએ, તો તે આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ટાઇગર 3’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે RAW એજન્ટના રોલમાં જોવા મળી શકે છે, જ્યારે અભિનેત્રી કેટરિના કૈફ ISIના રોલમાં જોવા મળી શકે છે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી પણ મુખ્ય ભૂમિકા માં જોવા મળશે.Salman khan give this answer regarding marriage  in new ad

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version