News Continuous Bureau | Mumbai
શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’નો પ્રિવ્યૂ વીડિયો ચર્ચાનો વિષય બની રહ્યો છે. કેટલાક લોકો પહેલાથી જ ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે. જ્યારે કેટલાક પ્રીવ્યુ વીડિયોમાં બતાવેલ શાહરૂખ ખાનના લુક્સને જોઈને ઉત્સાહિત છે. આવી સ્થિતિમાં હવે સલમાન ખાને પોતાના બેસ્ટ ફ્રેન્ડ શાહરૂખ ખાનની ફિલ્મના પ્રિવ્યૂ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પ્રીવ્યૂ વીડિયો શેર કરીને ખૂબ વખાણ કર્યા છે.
સલમાન ખાને શાહરુખ ખાન ના વખાણ કર્યા
બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘જવાન’નો પ્રીવ્યુ વીડિયો શેર કરતા લખ્યું, “પઠાણ હવે ‘જવાન’ બન્યો, શાનદાર ટ્રેલર, તેને ગમ્યું. આ એક એવી ફિલ્મ છે જેને આપણે થિયેટરોમાં જ માણવી જોઈએ. મને ખાતરી છે કે હું આ ફિલ્મ પહેલા દિવસે જ થિયેટરોમાં જોઈશ. મજા આવી ગઈ, વાહ, વાહ..”
આ સમાચાર પણ વાંચો: GST on SUV, MUVs: ઝટકો! કાર ખરીદવી થઈ મોંઘી, SUVની જેમ MPV પર પણ લાગશે 22% સેસ! યુટિલિટી વ્હીકલ્સ મોંઘા થશે..
આ દિવસે રિલીઝ થશે શાહરુખ ખાન ની ફિલ્મ ‘જવાન’
એટલી કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 7 સપ્ટેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને એટલી કુમાર પહેલીવાર કામ કરી રહ્યા છે. ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા,યોગી બાબુ, રિદ્ધિ ડોગરા અને સુનીલ ગ્રોવર જોવા મળશે. આ સિવાય દીપિકા પાદુકોણ કેમિયો કરતી જોવા મળશે.
