Site icon News Continuous Bureau | Mumbai

સલમાન ખાન મીરાબાઈ ચાનુ સાથેના ફોટોને લઈને એક વાર ફરી થયો ટ્રોલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ટોક્યો ઑલિમ્પિકમાં ભારતને પહેલો સિલ્વર મેડલ અપાવનાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ હાલમાં જ સલમાન ખાન સાથે મુલાકાત કરી હતી. સલમાન ખાને મીરાબાઈ ચાનુ સાથેની એક  મુલાકાતનો ફોટો તેના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર શૅર કર્યો. ફોટો શૅર કર્યા બાદ તરત જ સલમાન ખાન ટ્રોલ થવા લાગ્યો. શૅર કરેલા એ ફોટામાં લોકોએ કંઈક એવું જોયું જેનો સલમાન ખાન સાથે જૂનો સંબંધ છે.

નાટકનો સેટ ચોરાયો; નાટ્યલેખકે લગાવ્યો શ્રેયસ તલપડે પર આરોપ

શૅર કરેલા ફોટામાં સલમાન ખાનની સાથે મીરાબાઈ હસતી નજર આવી રહી છે. સલમાને આ ફોટાને શૅર કરીને કૅપ્શનમાં લખ્યું કે ‘સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ તમને ખૂબ શુભકામનાઓ… તમારી સાથેની મુલાકાત સારી રહી… શુભકામનાઓ.’ શૅર કરેલા ફોટામાં સલમાન ખાનના ગળામાં એક મણિપુરી સ્કાર્ફ જોવા મળી રહ્યો છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે હોઈ શકે કે મીરાબાઈ ચાનુએ તેને આ સ્કાર્ફ ગિફ્ટમાં આપ્યો હોય! સ્કાર્ફ ઉપર કાળા હરણનો ફોટો જોવા મળી રહ્યો છે. બસ, પછી તો લોકોએ સલમાનના સ્કાર્ફ પર હરણનો ફોટો જોયો કે તરત જ તેના ઉપર કમેન્ટનો વરસાદ કરી તેને ટ્રૉલ કરવા લાગ્યા.

Celebrity Karwa Chauth Celebrations બોલિવૂડથી રાજકારણ સુધી કરવાચોથનો રંગ, કોઈએ જેટમાં વ્રત તોડ્યું તો કોઈએ હાથમાં મૂકી મહેંદી; જુઓ સેલિબ્રિટીઝનું રોમેન્ટિક સેલિબ્રેશન
Varun Dhawan Kriti Sanon Project OTT Release ‘ભેડિયા ૨’ પહેલાં ફરી સાથે આવ્યા વરુણ ધવન અને કૃતિ સેનન આ તારીખે જિયો હોટસ્ટાર પર થશે રિલીઝ
Priyanka Chopra Nick Jonas Karwa Chauth હોલીવૂડમાં દેશી ગર્લનો ભારતીય અંદાજ પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં કરી કરવાચોથની વિધિવત્ પૂજા; તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
PVR INOX Q2 Profit Surge પીવીઆર આઇનોક્સના Q2 પરિણામોમાં ધમાકો નેટ પ્રોફિટ ૧૪૯ ટકા વધીને ₹૨૬૩ કરોડ નોંધાયો; આવકમાં પણ જોરદાર વૃદ્ધિ
Exit mobile version