Site icon

બિગ બોસ ઓટીટી 2 ના ગ્રાન્ડ લોન્ચ પ્રસંગે સલમાન ખાને કરી ડેશિંગ લુક માં એન્ટ્રી, જોવા મળ્યો ‘ભાઈજાન’ નો સ્વેગ

'બિગ બોસ OTT 2'ના પ્રીમિયરના અવસર પર શો નો હોસ્ટ સલમાન ખાન ખૂબ જ ડેશિંગ લુકમાં પહોચ્યો હતો

salman khan grand entry on big boss ott season 2 launch event bigg

બિગ બોસ ઓટીટી 2 ના ગ્રાન્ડ લોન્ચ પ્રસંગે સલમાન ખાને કરી ડેશિંગ લુક માં એન્ટ્રી, જોવા મળ્યો 'ભાઈજાન' નો સ્વેગ

News Continuous Bureau | Mumbai

બિગ બોસ ઓટીટી સીઝન 2 પ્રીમિયર માટે તૈયાર છે હવે શો શરૂ થવામાં થોડા જ કલાકો બાકી છે. શુક્રવારે સાંજે શોનો હોસ્ટ સલમાન ખાન ખાસ અંદાજમાં સેટ પર પહોંચ્યો હતો. જેના વીડિયો અને તસવીરો હવે સોશિયલ મીડિયા પર છવાયેલા છે. સલમાન ખાન એક વિશાળ ડબલ ડેકરની ટોચ પર ઊભો રહીને સેટ પર પહોંચ્યો હતો.

Join Our WhatsApp Community

 

ડેશિંગ લુક માં સલમાન ખાને કરી હતી ધમાકેદાર એન્ટ્રી 

પ્રીમિયર પહેલા, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ‘બિગ બોસ ઓટીટી’ ના સેટ પર જોરદાર એન્ટ્રી કરી, સીઝન માટે ટોન સેટ કર્યો. આ દરમિયાન સલમાન ડબલ ડેકરની ટોચ પર જોવા મળ્યો હતો. એન્ટ્રી લેતી વખતે તે શોના થીમ સોંગ ‘લાગી બાગી’ની બીટ પર ધૂમ મચાવતો જોવા મળ્યો હતો. સલમાને તેની અનોખી શૈલી અને સ્વેગમાં પાપારાઝી માટે પોઝ પણ આપ્યો હતો.આ પ્રસંગે સલમાને નારંગી શર્ટ, ડેનિમ જીન્સ અને સ્ટાઇલિશ સનગ્લાસ પહેર્યા હતા. તે બિગ બોસના પોસ્ટરોથી શણગારેલી બસ પાસે ઉભો હતો. તેની હાજરીએ સ્વેગ અને ગ્લેમરમાં અનેકગણો વધારો કર્યો હતો.

સલમાન ખાન ના શો બિગ બોસ ના કન્ટેસ્ટન્ટ 

આ સિઝનમાં સ્પર્ધકોની પસંદગી પણ ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવી છે. જેમાં ફલક નાઝ, અવિનાશ સચદેવ, આકાંક્ષા પુરી, નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકી, જિયા શંકર, બબીકા ધુર્વે, મનીષા રાની, પલક પુરસ્વાનીના નામ સામે આવ્યા છે. ‘બિગ બોસ 5’ ફેમ સની લિયોન પણ આ શો નો ભાગ હશે. પરંતુ હજુ સુધી એ નક્કી નથી થયું કે તે સ્પર્ધક છે કે તેની પાસે અન્ય કોઈ રોલ હશે. ‘બિગ બોસ OTT 2’ 17 જૂનથી OTT પ્લેટફોર્મ Jio સિનેમા પર સ્ટ્રીમ થશે. દર્શકો આ શોને Jio સિનેમા તેમજ Voot Select પર પણ જોઈ શકે છે અને તે બધું મફતમાં જોઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો: શું પલક તિવારીના કારણે આ સેલ્ફ મેડ એક્ટ્રેસને સલમાન ખાનની ફિલ્મ માંથી દૂર કરવામાં આવી? અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Hansika Motwani: હંસિકા મોટવાણી અને તેની માતા ની મુશ્કેલી વધી, અભિનેત્રી ની પૂર્વ ભાભી એ બંને પર લગાવ્યા આવા ગંભીર આરોપ
Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ પૂર્ણ કર્યા 4500 એપિસોડ, વિવાદો વચ્ચે પણ શો ની યાત્રા યથાવત
Aryan Khan: ‘બેડસ ઓફ બોલીવૂડ’ સિરીઝ થી આર્યન ખાને ડાયરેકશન ની સાથે સાથે આ ક્ષેત્ર માં પણ કર્યું ડેબ્યુ
Two Much Teaser : ‘કોફી વિથ કરણ’ ને ટક્કર આપવા આવી રહ્યો છે ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’, શો નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ
Exit mobile version