News Continuous Bureau | Mumbai
Salman khan: બોલિવૂડ અભિનેતા સલમાન ખાને ગઈકાલે પોતાનો 58 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર સેલેબ્સ થી લઈને ચાહકો સુધી બધાએ સલમાન ખાન ને અભિનંદન પાઠવ્યા હતા. અભિનેતાએ તેના જન્મદિવસ ની શરૂઆત તેની ભાણી આયાત શર્મા સાથે કેક કાપી ની કરી હતી. જેમાં સલમાન ખાન નો પરિવાર અને મિત્રો હાજર રહ્યા હતા. સલમાન ખાન ના આ ખાસ દિવસ ને યાદગાર બનાવવા તેના ઘર ગેલેક્સી ની બહાર ચાહકો ની ભીડ જામી હતી.સલમાને પણ ચાહકો ને નિરાશ ના કરતા ઘર ની ગેલેરી માં આવી ચાહકો ને શુભેચ્છા પાઠવી.
સલમાન ખાને પાઠવી ચાહકો ને શુભેચ્છા
સોશિયલ મીડિયા પર સલમાન ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળે છે કે સલમાનના ઘરની બહાર ભારે ભીડ એકઠી થઈ છે અને અભિનેતા ચાહકો ને મળવા તેમની ગેલેરી માં આવે છે. ગેલેરી માં પોતાના ફેવરિટ સ્ટાર ને જોઈને તેના ચાહકો પાગલ થઈ રહ્યાં છે. આ દરમિયાન સલમાન ખાન પણ હાથ ઉંચો કરીને બધાને અભિવાદન કરે છે. સલમાન ખાન ની સાથે તેના પિતા સલીમ ખાન પણ જોવા મળ્યા હતા
સલમાન ખાન નો જન્મ 27 ડિસેમ્બર 1965 માં થયો હતો. સલમાન ખાન નું સાચું નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે.સલમાને 1988માં ફિલ્મ ‘બીવી હો તો ઐસી’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સલમાન ખાને તેના કરિયર માં ઘણી હિટ ફિલ્મો આપી છે.
આ સમાચાર પણ વાંચો : Salim khan on arbaaz khan marriage: અરબાઝ ખાન ના બીજા લગ્ન પર પિતા સલીમ ખાને તોડ્યું મૌન, આપી આવી પ્રતિક્રિયા
