Site icon News Continuous Bureau | Mumbai

Salman khan house firing: સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ ની ઘટના થઇ સીસીટીવી માં કેદ, વિડીયો સાથે બંને હુમલાખોરોની તસવીરો પણ આવી સામે, નોંધાયો આ કેસ

Salman khan house firing: આજે સવારે બે અજાણ્યા બાઈક સવાર લોકો એ સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ કર્યું હતું. આ ઘટના સીસીટીવી માં કેદ થઇ છે અને તેનો વિડીયો સામે આવ્યો છે આ ઉપરાંત બંને હુમલાખોરોની તસવીરો સામે આવી છે.

salman khan house firing accused attackers photos surfaced police registered case of attempt to murder and arms act

salman khan house firing accused attackers photos surfaced police registered case of attempt to murder and arms act

News Continuous Bureau | Mumbai 

Salman khan house firing: આજે વહેલી સવારે સલમાન ખાન ના બાંદ્રા સ્થિત ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ માં બે અજાણ્યા બાઈક સવારે ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ બંને ત્યાંથી નાસી છૂટ્યા હતા. તે સમયે બંને એ હેલ્મેટ પહેરી હતી. હવે આ ઘટના સીસીટીવી માં કેદ થઇ ગઈ હતી. જેનો વિડીયો સામે આવ્યો છે આ ઉપરાંત બંને હુમલાખોરો ની તસવીર પણ સામે આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Salman Khan House Firing: સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગને કારણે મચ્યો હડકંપ, બિશ્નોઈ ગેંગ પર શંકા.. જાણો કેમ લોરેન્સ બિશ્નોઈ કરી રહ્યો છે સલમાનને ટાર્ગેટ…

હુમલાખોરો ની તસવીર આવી સામે 

સલમાનના ઘરની બહાર ગોળીબાર કરનારા બે હુમલાખોરોની તસવીરો સામે આવી છે.  જેમાં જોવા મળી રહ્યું છે કે, એક હુમલાખોર એ બ્લેક-વ્હાઈટ ટી-શર્ટ પહેરી છે તો બીજો હુમલાખોર લાલ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે.. આ તસવીરોના આધારે બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ એજન્સીઓને બંને શૂટરો અંગે કેટલીક મહત્વપૂર્ણ કડીઓ મળી છે.


આ મામલે બાંદ્રા પોલીસે આઈપીસી કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ‘બંને બાઇક સવારોએ સવારે લગભગ 5 વાગે બાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર કર્યો હતો. જે બાદ બંને સ્થળ પરથી ભાગી ગયા હતા. ઘટના સમયે સલમાન તેના ઘરે હાજર હતો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Cannes 2026| કાન્સ ક્વીન ઐશ્વર્યા રાય ઇલેક્ટ્રિક બ્લુ ગાઉનમાં રેડ કાર્પેટ પર ગ્લેમરસ એન્ટ્રી, ઇન્ટરનેટ પર ફોટોઝ વાયરલ
TMKOC Set Reality| વાસ્તવમાં આવી દેખાય છે તારક મહેતાની ગોકુલધામ સોસાયટી, જેઠાલાલના ઘરનો અસલી વીડિયો વાયરલ
System Movie Review| હલી જશે આખી ‘સિસ્ટમ’! સોનાક્ષી સિન્હા અને જ્યોતિકાની દમદાર એક્ટિંગે જીત્યા દિલ, મુવી જોતા પહેલા વાંચી લો આ રીપોર્ટ
Khatron Ke Khiladi 15। આવી ગઈ ખતરોં કે ખિલાડી ૧૫ ની પહેલી ઝલક, રોહિત શેટ્ટી સાથે જોખમ ખેડવા કન્ટેસ્ટન્ટ્સ તૈયાર
Exit mobile version