Site icon News Continuous Bureau | Mumbai

ધમકી થી નથી ડરતો ‘ભાઈજાન’, કડક સુરક્ષા પર પણ સલમાન ખાનને છે વાંધો! કહ્યું- જે થવાનું છે તે થશે

સલમાન ખાનને મળેલી ધમકી બાદ તેના ઘરની બહાર સુરક્ષા બંદોબસ્ત કડક કરી દેવામાં આવ્યો છે. પરંતુ નજીકના મિત્રોની વાત માનીએ તો અભિનેતા આ ઈચ્છતો નથી. તેઓ માને છે કે - જ્યારે જે થવાનું છે, તે થશે. પરંતુ તેમ છતાં પરિવારના દબાણને કારણે તેણે તેની તમામ આઉટિંગ અને પ્લાન કેન્સલ કરી નાખ્યા છે.

salman khan not afraid of life threat family friend says he also denied tight security

ધમકી થી નથી ડરતો 'ભાઈજાન', કડક સુરક્ષા પર પણ સલમાન ખાનને છે વાંધો! કહ્યું- જે થવાનું છે તે થશે

News Continuous Bureau | Mumbai

બોલિવૂડનો ‘ભાઈજાન’ એટલે કે સલમાન ખાન આ દિવસોમાં મીડિયાની હેડલાઈન્સમાં છે. અભિનેતાને તાજેતરમાં ઈ-મેલ દ્વારા ધમકી મળી હતી, જેણે ઇન્ડસ્ટ્રી માં સનસનાટી મચાવી દીધી છે. સલમાનના ચાહકો તેની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે. તે જ સમયે, તેના ઘરની બહાર કડક સુરક્ષા વધારી દેવામાં આવી હતી, પરંતુ તેના નજીકના મિત્રોના જણાવ્યા અનુસાર, સલમાન કોઈપણ ધમકીથી ડરતો નથી.

Join Our WhatsApp Channel

 

ધમકીઓથી ડરતો નથી સલમાન

આ મામલે સલમાન ના નજીકના મિત્રનું કહેવું છે કે અભિનેતા આ ધમકીઓથી ડરતો નથી. ‘ભાઈજાન’ના એક નજીકના મિત્રએ કહ્યું, “સલમાન આ ધમકીને એકદમ સામાન્ય રીતે લઈ રહ્યો છે. અથવા તેઓ તેને કોઈ ફર્ક નથી પડતો તેવી એક્ટિંગ કરે છે, જેથી તેમના માતા-પિતાને તકલીફ ન થાય. આ સમયે અમે તેમના પરિવાર સાથે છીએ. સલમાનના પરિવારનો કોઈ સભ્ય તેના ચહેરા પર ડર કે અસ્વસ્થતા દેખાડતો નથી, જે તેની ખાસ વાત છે. સલમાનના પિતા સલીમ ખાન પણ ખૂબ જ શાંત દેખાઈ રહ્યા છે, પરંતુ આખો પરિવાર જાણે છે કે તેઓ પોતાના પુત્રની ચિંતામાં રાત્રે સૂઈ શકતા નથી.”

 

સલમાન ને સુરક્ષા સામે  હતો વાંધો 

જો સલમાનના નજીકના મિત્રો ની વાત માનીએ તો અભિનેતાને આ કડક સુરક્ષા સામે પણ વાંધો હતો. તેને કહ્યું કે ‘તેને લાગે છે કે આમ કરવાથી ધમકી આપનાર વ્યક્તિનું વધુ ધ્યાન ખેંચાઈ રહ્યું છે, તે ડરના કારણે જેટલો સિક્યોરિટી કોર્ડન વધારશે તેટલો તે તેની યોજનામાં સફળ થશે, પરંતુ પરિવારની ચિંતાને કારણે, તેણે તેની તમામ બાહ્ય યોજનાઓ કેન્સલ કરી દીધી છે., પરંતુ આ ધમકીની તેની ફિલ્મ પર કોઈ અસર થવાની નથી.તેમની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ઈદ પર રિલીઝ થશે.

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version