Salman Khan : “એક દિવસ મારા પણ બાળકો થશે…” – પિતા બનવા માંગે છે સલમાન ખાન! ભાઈજાન એ કાજોલ અને ટ્વીન્કલ ના શો માં તેના ભૂતકાળ ના સંબંધ વિશે કહી આવી વાત

Salman Khan : સલમાન ખાન અને આમિર ખાન કાજોલ અને ટ્વીન્કલ ના શો ટુ મચ માં પહોંચ્યા હતા. આ શો દરમિયાન સલમાન એ ખુલાસો કર્યો કે તેઓ પિતા બનવા માંગે છે અને પોતાના તૂટેલા સંબંધો માટે પોતાને જ જવાબદાર માને છે

by Zalak Parikh
Salman Khan Opens Up “One Day I Will Have Kids”; Takes Responsibility for Past Relationships

News Continuous Bureau | Mumbai

Salman Khan : સલમાન ખાન, જે 59 વર્ષની ઉંમરે પણ કુંવારો છે, હવે પિતા બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સલમાન ખાન અને આમિર ખાન કાજોલ અને ટ્વીન્કલ ના શો ટુ મચ માં પહોંચ્યા હતા. આ શો ના પહેલા એપિસોડમાં સલમાને પોતાના પર્સનલ જીવન વિશે ખુલ્લા દિલથી વાત કરી. તેણે કહ્યું કે તે એક દિવસ જરૂરથી પિતા બનશે.

આ સમાચાર પણ વાંચો : Shah Bano Case: ‘હક’ ફિલ્મમાં આ મહત્વ ના પાત્રમાં જોવા મળશે યામી ગૌતમ, 40 વર્ષ જૂની હકીકત ફરીથી જીવંત બનશે

“સંબંધ તૂટ્યો તો હું જ જવાબદાર છું”

શોમાં જ્યારે આમિર ખાન એ સલમાનને તેમના ભૂતકાળના સંબંધો વિશે પૂછ્યું, ત્યારે સલમાને કહ્યું: “યાર, નહીં જામ્યું તો નહીં જામ્યું. જો કોઈને જવાબદાર ઠેરવવો હોય, તો હું જ જવાબદાર છું.”તેણે ઉમેર્યું કે સંબંધમાં બંને પાર્ટનર્સે સાથે મળીને આગળ વધવું જોઈએ, નહીં તો ઈર્ષા અને તણાવ ઊભો થાય છે. આ ઉપરાંત સલમાને કહ્યું: “હું એક દિવસ જરૂરથી પિતા બનીશ. બસ વાત એટલી છે કે બાળકો તો થશે જ… હવે જોવું એ છે કે ક્યારે.”તેના આ નિવેદનથી ફેન્સમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)


આમિરે પણ શોમાં જણાવ્યું કે જ્યારે તેના રીના દત્તા સાથે છૂટાછેડા થયા હતા, ત્યારે તે સલમાન ની નજીક આવ્યો હતો.. તેણે કહ્યું: “મને લાગતું હતું કે સલમાન સમય પર નથી આવતો, પણ પછી સમજાયું કે હું જ વધારે જજમેન્ટલ હતો.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More