Site icon News Continuous Bureau | Mumbai

Salman khan: બાબા સિદ્દીકી ની હત્યા બાદ વધારાઈ સલમાન ખાન ની સુરક્ષા, ભાઈજાન ને અપાઈ આ કેટેગરી ની સુરક્ષા

Salman khan: બાબા સિદ્દીકી ની હત્યા બાદ સલમાન ખાન ની સુરક્ષા માં વધારો કરવામાં આવ્યો છે અભિનેતા ના ઘર તેમજ તેના ફાર્મ હાઉસ પર સુરક્ષા વધારવામાં આવી છે.

salman khan received Y plus security after baba siddique murder

salman khan received Y plus security after baba siddique murder

News Continuous Bureau | Mumbai

Salman khan: બાબા સિદ્દીકી ની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઇ નું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. એવું કહેવાય છે કે બાબા સિદ્દીકી ની હત્યા માં બિશ્નોઇ ગેંગ નો હાથ છે. હવે બાબા સિદ્દીકી ની હત્યા બાદ સલમાન ખાન ની સુરક્ષા માં વધારો કરવામાં આવ્યો છે અભિનેતા ના ઘર તેમજ તેના ફાર્મ હાઉસ પર સુરક્ષા વધારવામાં આવી છે. એ તો સૌ કોઈ જાણે છે કે,બિશ્નોઈ ગેંગ ભાઈજાનની પાછળ છે અને તેણે ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Triptii Dimri: ‘હું તેના શો જોઈને મોટી થઈ છું’,જાણો બિગ બોસ 18 ના કયા સ્પર્ધક વિશે તૃપ્તિ ડીમરી એ કહી આવી વાત

સલમાન ખાન ને મળી Y+ સુરક્ષા 

મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન ની સુરક્ષા માં વધારો કરવામાં આવ્યો છે અભિનેતા ને હવે  Y+ સુરક્ષા મળી છે. આમાં એક કોન્સ્ટેબલ હંમેશા અભિનેતાની સુરક્ષા માટે તેની સાથે રહેશે અને પોલીસની કાર પણ હંમેશા તેની કારની સાથે રહેશે. સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર પણ સુરક્ષાકર્મીઓ તૈનાત છે એટલું જ નહીં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસે ઊભેલા લોકોને સેલ્ફી કે વીડિયો લેવા માટે એક ક્ષણ માટે પણ રોકવાની મનાઈ છે.


આ ઉપરાંત મીડિયા કર્મચારીઓને આ વિસ્તારમાં શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસની આસપાસ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે, જ્યાં પરિસરની અંદર અને બહાર બંને જગ્યાએ દેખરેખ માટે કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Emraan Hashmi Swine Flu બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી સ્વાઇન ફ્લૂની ચપેટમાં; તબિયત વધુ લથડતાં અધવચ્ચે જ લાઈવ શો રદ્દ કરવો પડ્યો
King Vs King 100 Box Office Clash સિનેમા જગતમાં અનોખો ક્લેશ એક જ ટાઇટલ ‘King’ સાથે શાહરૂખ અને નાગાર્જુનની ફિલ્મો આમનેસામને
Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Exit mobile version