Site icon

સલમાન ખાને પોતાના ખાસ મિત્રની ફિલ્મ માટે ઓછી કરી પોતાની ફી, આટલા કરોડમાં ડીલ થઈ ફાઇનલ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 02 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

ગુરુવાર 

સલમાન ખાન બોલિવૂડના ટોચના કલાકારોમાંથી એક છે અને તેના ચાહકોની કોઈ કમી નથી. સલમાનની ફિલ્મની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ સલમાનની ફિલ્મ ‘અંતિમ:  ધ ફાઈનલ ટ્રુથ’ રિલીઝ થઈ છે અને હવે ટૂંક સમયમાં તે તેની આગામી ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'નું શૂટિંગ શરૂ કરશે.સાજિદ નડિયાદવાલાની આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થશે. રિપોર્ટ્સ અનુસાર સલમાને આ ફિલ્મ માટે પોતાની ફીમાં ઘટાડો કર્યો છે. એક મીડિયા હાઉસ ના  અહેવાલ મુજબ, 'જ્યારે સલમાન ફિલ્મની તારીખ નક્કી કરવા માટે સાજિદને મળ્યો, ત્યારે નિર્માતાએ સલમાનને વિનંતી કરી કે તે તેની ફી પર વિચાર કરે, કારણ કે બજારની સ્થિતિ ખરાબ છે. જે બાદ સલમાને પોતાની ફીમાં ઘટાડો કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર, સલમાને પોતાની ફીમાં લગભગ 15%નો ઘટાડો કર્યો છે અને હવે તે ફિલ્મ માટે 125 કરોડ રૂપિયા લેશે.

જો કે, આ અહેવાલ મુજબ, ફિલ્મ રિલીઝ થયા પછી, સલમાન ખાનને તેમાંથી નફાનો એક ભાગ મળશે, જેના કારણે તેનું બેનર, SKF પણ આ ફિલ્મમાં સામેલ છે. માહિતી અનુસાર, કોવિડ મહામારી પહેલા સલમાને આ ફિલ્મ 150 કરોડ રૂપિયામાં સાઈન કરી હતી. પરંતુ કોવિડને કારણે ન માત્ર ફિલ્મનું શૂટિંગ મોડું થયું, પરંતુ સલમાનને તેની ફી પણ ઘટાડવી પડી.

ચા કરતા કીટલી ગરમ : સારા અલી ખાનના બોડીગાર્ડે કેમેરામેનને ધક્કો માર્યો. સારાએ આ પગલું લીધું

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જાન્યુઆરીમાં સલમાને સોશિયલ મીડિયા દ્વારા પોતાની ફિલ્મની જાહેરાત કરી હતી અને લખ્યું હતું કે તેની આગામી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’ વર્ષ 2021માં ઈદના અવસર પર રિલીઝ થશે, જેને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરી રહ્યા છે. 

Real Hero Sonu Sood Extends Help: રિયલ લાઈફ સુપરહીરોની એન્ટ્રી! એરપોર્ટ પર રઝળતા મુસાફરોની વહારે આવ્યો સોનુ સૂદ; દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે કરી આવી વ્યવસ્થા
Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો.
King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત
Aamir Khan New Look: 60ની ઉંમરે 30 જેવો લુક! આમિર ખાનનો નવો અવતાર જોઈ ફેન્સ ચકિત; એક્ટરને ઓળખવો પણ થયો મુશ્કેલ, જુઓ વાયરલ ફોટો.
Exit mobile version