News Continuous Bureau | Mumbai
Salman khan: સલમાન ખાન તેના સરળ સ્વભાવ માટે જાણીતો છે. સલમાન ખાન તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. સલમાન ખાન ના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં સલમાન ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સલમાન ખાન પાપારાઝી પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે. જેના કારણે અભિનેતા ટ્રોલ થઇ રહ્યો છે.
પાપારાઝી પર ગુસ્સે થયો સલમાન ખાન
ગઈકાલે સલમાન ખાન ના ભાઈ સોહેલ ખાન નો જન્મદિવસ હતો. અને સોહેલ ખાન ની જન્મદિવસ ની પાર્ટી માં આખો ખાન પરિવાર એકઠો થયો હતો. આ દરમિયાન પાપારાઝી પણ ત્યાં હાજર હતા તે ત્યાં આવેલા મહેમાનો ના ફોટા ક્લિક કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે સલમાન જોવા મળ્યો ત્યારે તેની કાર પાપારાઝી થી ઘેરાયેલી હતી અને સલમાન ખાનને કદાચ આ પસંદ નહોતું આવ્યું. વાયરલ થયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે સલમાન ખાન ગુસ્સા માં છે અને તે પાપારાઝી ને કહે છે ‘બધા પાછળ હટી જાઓ.’ સલમાન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
LATEST: Biggest Megastar of india #SalmanKhan arrives at Sohail khan Birthday bash !!✨
This man has stopped ageing🔥 #TheBull
— 𝙧𝙖𝙝𝙪𝙡 (@BloodyRahul) December 19, 2023
સોશિયલ મીડિયા પર સલમાન ખાન ને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે આ વિડીયો જોઈ લોકો સલમાન ખાન ને અહંકારી કહી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ Malaika arora: સેલ્ફી લેવા આવેલા એક ફેને મલાઈકા અરોરા સાથે કર્યું એવું વર્તન કે ત્યાં ઉભેલા ગાર્ડ્સ પણ રહી ગયા સ્તબ્ધ, જુઓ વાયરલ વિડીયો
