Site icon News Continuous Bureau | Mumbai

Salman khan: પાપારાઝી સામે સલમાન ખાને કર્યું એવું વર્તન કે ટ્રોલ થયો અભિનેતા, જુઓ વિડીયો

Salman khan: સલમાન ખાન તેના સરળ સ્વભાવ માટે જાણીતો છે પરંતુ હાલમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સલમાન ખાન પાપારાઝી પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં આ વિડીયો સોહેલ ખાન ની બર્થડે પાર્ટી નો છે.

salman khan seems upset on paparazzi

salman khan seems upset on paparazzi

News Continuous Bureau | Mumbai

Salman khan: સલમાન ખાન તેના સરળ સ્વભાવ માટે જાણીતો છે. સલમાન ખાન તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. સલમાન ખાન ના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં સલમાન ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સલમાન ખાન પાપારાઝી પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે. જેના કારણે અભિનેતા ટ્રોલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

 

પાપારાઝી પર ગુસ્સે થયો સલમાન ખાન 

ગઈકાલે સલમાન ખાન ના ભાઈ સોહેલ ખાન નો જન્મદિવસ હતો. અને સોહેલ ખાન ની જન્મદિવસ ની પાર્ટી માં આખો ખાન પરિવાર એકઠો થયો હતો. આ દરમિયાન પાપારાઝી પણ ત્યાં હાજર હતા તે ત્યાં આવેલા મહેમાનો ના ફોટા ક્લિક કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે સલમાન જોવા મળ્યો ત્યારે તેની કાર પાપારાઝી થી ઘેરાયેલી હતી અને સલમાન ખાનને કદાચ આ પસંદ નહોતું આવ્યું. વાયરલ થયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે સલમાન ખાન ગુસ્સા માં છે અને તે પાપારાઝી ને કહે છે ‘બધા પાછળ હટી જાઓ.’ સલમાન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 


સોશિયલ મીડિયા પર સલમાન ખાન ને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે આ વિડીયો જોઈ લોકો સલમાન ખાન ને અહંકારી કહી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચોઃ Malaika arora: સેલ્ફી લેવા આવેલા એક ફેને મલાઈકા અરોરા સાથે કર્યું એવું વર્તન કે ત્યાં ઉભેલા ગાર્ડ્સ પણ રહી ગયા સ્તબ્ધ, જુઓ વાયરલ વિડીયો

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version