Site icon

સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની થઇ ધરપકડ, મુંબઈ પોલીસે બહાર પાડ્યું નિવેદન

મુંબઈ પોલીસે મીડિયા ને જણાવ્યું કે, મુંબઈ પોલીસ કંટ્રોલને ફોન કરી ને અભિનેતા સલમાન ખાનને ધમકી આપવા બદલ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ધમકી આપનાર ફોન કરનાર સગીર છે. આ કોલમાં કોઈ ગંભીરતા નથી. વધુ તપાસ ચાલુ છે.

salman khan threatening case mumbai police issues statement court sends accused to juvenile home

સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની થઇ ધરપકડ, મુંબઈ પોલીસે બહાર પાડ્યું નિવેદન

News Continuous Bureau | Mumbai

 તાજેતરમાં જ સલમાન ખાન વિશે એવા સમાચાર સામે આવ્યા છે જેણે આખા બોલિવૂડમાં ખળભળાટ મચાવી દીધો છે. અભિનેતાને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ વિશે સોમવારે રાત્રે લગભગ 9 વાગ્યે કોઈ અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો. વ્યક્તિએ ફોન પર પોતાનું નામ રોકી ભાઈ જણાવ્યું હતું. એ પણ કહ્યું કે તે જોધપુરના ગૌરક્ષકમાં રહે છે અને 30મીએ સલમાન ખાનની હત્યાને અંજામ આપવા જઈ રહ્યો છે. હવે મોટી કાર્યવાહી કરતા પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે.

Join Our WhatsApp Community

 

ધમકી આપનાર સગીર છે

મુંબઈ પોલીસે મીડિયા ને જણાવ્યું કે, મુંબઈ પોલીસ કંટ્રોલને ફોન કરનારને અભિનેતા સલમાન ખાનને ધમકી આપવા બદલ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ધમકી આપનાર ફોન કરનાર સગીર છે. આ કોલમાં કોઈ ગંભીરતા નથી. વધુ તપાસ ચાલુ છે. મુંબઈ પોલીસે એમ પણ કહ્યું હતું કે, આઝાદ મેદાન પોલીસમાં આઈપીસીની કલમ 506(2) હેઠળ કેસ નોંધ્યા પછી, સગીરને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને બાલ સુધાર ગૃહ માં મોકલી આપ્યો હતો.અધિકારીએ કહ્યું કે પોલીસે તપાસ શરૂ કરી અને ટેક્નોલોજીની મદદથી તેમણે તે નંબરને ટ્રેસ કર્યો જેમાંથી કોલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતીના આધારે, પોલીસ મુંબઈથી 70 કિમી દૂર થાણે જિલ્લાના શાહપુર પહોંચી અને જાણ થઈ કે આ ફોન 16 વર્ષના છોકરાએ કર્યો હતો. તેણે કહ્યું કે અભિનેતા ને ધમકી આપવા પાછળ છોકરાનો ઈરાદો હજુ સુધી જાણી શકાયો નથી.

 

સલમાન ખાનને અગાઉ પણ ધમકીઓ મળી હતી

તમને જણાવી દઈએ કે ગત મહિને એક ધમકીભર્યો ઈ-મેલ મળ્યા બાદ મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી હતી. પોલીસે આ મામલે લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર વિરુદ્ધ FIR પણ નોંધી હતી. અભિનેતાને અગાઉ પોલીસ દ્વારા ‘વાય-પ્લસ’ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી અને તે પોતાના અંગત સુરક્ષા કર્મચારીઓ સાથે ‘બુલેટ-પ્રૂફ’ કારમાં મુસાફરી કરે છે. બિશ્નોઈ હાલમાં પંજાબની જેલમાં બંધ છે અને ગોલ્ડી બ્રાર ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાનો આરોપી છે. સલમાન ખાનને જૂન 2022માં એક હસ્તલિખિત પત્ર દ્વારા પણ ધમકી આપવામાં આવી હતી.

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version