Site icon News Continuous Bureau | Mumbai

આ અભિનેત્રી સાથે લગ્ન કરવા માગતો હતો સલમાન ખાન, અચાનક પહોંચ્યો એક્ટ્રેસ ના ઘરે ; જાણો ત્યાર બાદ શું થયું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

સુપરસ્ટાર સલમાન ખાને તાજેતરમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર ' અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ' માં આયુષ શર્માનું ટ્રાન્સફોર્મેશન શેર કર્યું છે. અત્યારે તે આ પ્રોજેક્ટને પૂરો સમય આપી રહ્યો છે. ઘણા ખાસ પ્રસંગો પર, સલમાન ખાનને એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે તે ક્યારે લગ્ન કરશે? આવી સ્થિતિમાં સલમાનનો એક જૂનો ઈન્ટરવ્યુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઈન્ટરવ્યુમાં તેણે જૂહી ચાવલા વિશે કંઈક એવું કહ્યું જે હવે તેના ફેન્સ દ્વારા શેર કરવામાં આવી રહ્યું છે.

હોસ્ટ સલમાનને પૂછે છે, 'જુહી ચાવલા વિશે કહો?' સલમાન કહે છે, 'જુહી ખૂબ જ સ્વીટ છે. મેં એક વખત જૂહી ચાવલાના પિતાને પણ પૂછ્યું હતું કે તેઓ તેમની પુત્રીને મારી સાથે લગ્ન કરવા દે. તેણે સ્પષ્ટપણે તેનો ઇનકાર કર્યો અને મારી ઓફર ઠુકરાવી દીધી. હવે તેણે આ કેમ કર્યું તે ખબર નથી, પરંતુ હવે તેમણે આ કહ્યું અને તે મારા કરતા ખુબ મોટા છે, તેથી મને લાગ્યું કે તેમણે સાચું કર્યું હશે.’

એક ઈન્ટરવ્યુમાં જૂહી ચાવલાને પૂછવામાં આવ્યું કે, "તમે લાંબા સમયથી કોઈ શો કર્યો નથી. ફિલ્મ પણ નથી કરી. જો તમે ફિલ્મ કે શો કરશો તો ક્યારે કરશો?' તેના જવાબમાં જૂહીએ કહ્યું હતું કે, 'મેં સલમાન સાથે થોડા વર્ષો પહેલા એક શો કર્યો હતો, પરંતુ ક્યારેય તેની સાથે ફિલ્મમાં કામ કર્યું નથી. હવે સલમાનને એકવાર પૂછવું પડશે કે શું તે મારા થી નારાજ છે? કારણ કે હું ઈચ્છું છું કે તે મારી સાથે કામ કરે.’

સોમી અલીએ ઘરેલુ હિંસા વિરુદ્ધ એફઆઈઆર નોંધવા બદલ સલમાન ખાન ની એક્સ ગર્લફ્રેન્ડ ના કર્યા વખાણ, અભિનેત્રી વિશે કહી આ વાત; જાણો વિગત

સલમાનના પિતા સલીમ ખાને કહ્યું હતું કે, 'એવું નથી કે મારા પુત્રના લગ્નના માંગા નથી આવી રહ્યા. જો આપણે સાથે ફિલ્મો કરીએ તો ઘણી અભિનેત્રી નજીક આવે છે, પરંતુ સલમાન એક એવો અભિનેતા છે જે અમુક સમય માટે છોકરીને પ્રેમ કરે છે કે પસંદ કરે છે. જ્યારે તે તેની સાથે લગ્ન કરવાની વાત કરે છે, ત્યારે સલમાન તે છોકરીમાં તેની માતા ને શોધવાનું શરૂ કરે છે. હવે એવું તો શક્ય ના બને  કે તેને બધી જ છોકરી માં સલમા દેખાવા લાગે . ક્યાંક આવી મુશ્કેલી આવે છે, પછી લગ્નની આશા પણ હોય છે, તે ધીમે ધીમે સમાપ્ત થાય છે.

Nana Patekar Last Moments નાના પાટેકરના છેલ્લા 2 કલાક 50 મિનિટમાં શું થયું હતું? જાણો છાતીમાં દુખાવાથી લઈને અંતિમ શ્વાસ સુધીની ક્ષણેક્ષણની વિગત
Nana Patekar Last Words ‘દરેકે જવાનું જ છે, એ સમય આવવાનો જ…’ નિધનથી માત્ર ચાર દિવસ પહેલાં નાના પાટેકરે ઉચ્ચારેલા અંતિમ શબ્દો વાયરલ
Nana Patekar Funeral State Honours નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે મહારાષ્ટ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત; અહીં રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Exit mobile version