Site icon

સાઉથની સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુ થઇ આ ગંભીર બીમારીનો શિકાર-શૂટિંગ અધવચ્ચે છોડી સારવાર માટે વિદેશ રવાના થઇ 

News Continuous Bureau | Mumbai

પુષ્પામાં(Pushpa) આઈટમ ડાન્સ 'ઓ અંતવા માવા'('O Antwa Mawa) થી ફેમસ થયેલી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુને(Actress Samantha Ruth Prabhu) કોઈ ઓળખ ની જરૂર નથી. તે જ સમયે, સામંથાના હિન્દી ભાષી ચાહકો તેના બોલિવૂડ ડેબ્યૂની(Bollywood Debut) આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં સામંથા આયુષ્માન ખુરાના(Ayushmann Khurrana) સાથે જોવા મળવાની છે. બોલિવૂડમાં લીડ હિરોઈન તરીકે સામંથાની આ પહેલી હિન્દી ફિલ્મ(Hindi Film) હશે. હવે, સામંથાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સામંથા ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી (health problems) પીડિત છે. જેના કારણે તેણે પોતાની ફિલ્મનું શૂટિંગ(Film shooting) અધવચ્ચે જ અટકાવવું પડ્યું હતું. આ કારણે સામંથા રૂથ પ્રભુ જાહેરમાં આવવાનું પણ ટાળી રહી છે. અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ 'પોલિમોર્ફ લાઇટ ઇરપ્શન'(Polymorph Light Eruption) નામની ત્વચાની બિમારી સામે લડી રહી છે, જે સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાથી થાય છે. સામંથા હાલમાં કામમાંથી બ્રેક લઈને જાહેરમાં જોવા અને શૂટિંગથી દૂર છે.એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ, સામંથા આ રોગની સારવાર માટે યુએસએ(USA) રવાના થઈ ગઈ છે. તેની તબિયતના કારણે સામંથાએ ‘ખુશી’ ફિલ્મના આગામી શેડ્યૂલનું શૂટિંગ પણ મોકૂફ રાખ્યું છે. આ ફિલ્મમાં તે વિજય દેવરાકોંડાની સામે જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : પ્રેગ્નન્ટ આલિયા ભટ્ટે આપ્યા વધુ એક ગુડ ન્યૂઝ- ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા વ્યક્ત કરી ખુશી 

તમને જણાવી દઈએ કે સામંથા છેલ્લે કરણ જોહરના શો કોફી વિથ કરણમાં(Koffee with Karan) જોવા મળી હતી. આ દરમિયાન તે અક્ષય કુમાર(Akshay Kumar) સાથે જોવા મળી હતી. સામંથાએ 31 જુલાઈએ સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કર્યો હતો. ત્યારથી એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે, તે સોશિયલ મીડિયાથી દૂર છે. સામંથાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, 'ખુશી' અને 'યશોદા' સિવાય, તેણી પાસે 'શાકુંતલમ' અને 'સિટાડેલ'નું હિન્દી રૂપાંતરણ જેવા પ્રોજેક્ટ્સની લાઇન-અપ છે.

 

Screen Awards 2026: રણવીર સિંહ અને અક્ષય ખન્નાની મોટી સફળતા: સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં ‘ધુરંધર’ ફિલ્મનો દબદબો, જાણો વિજેતાઓની યાદી
Yeh Rishta Kya Kehlata Hai Twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટ્વિસ્ટ: અભિરાની જિંદગી નરક બનાવવા કોણે રચ્યું મોટું ષડયંત્ર? ઘરની જ વ્યક્તિ નીકળી દુશ્મન.
Karishma Tanna Announces Pregnancy: લગ્નના ૪ વર્ષ બાદ કરિશ્મા તન્ના બનશે મમ્મી! અભિનેત્રીએ ખાસ અંદાજમાં ચાહકોને આપ્યા ખુશખબર
Bhooth Bangla Trailer: તબ્બુનો સરપ્રાઈઝ લુક અને અક્ષયની કોમેડી: ‘ભૂત બંગલા’ના ટ્રેલરમાં જોવા મળી ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ઝલક
Exit mobile version