Site icon

કરણ જોહરના શો કોફી વિથ કરણ માં થશે સાઉથ અભિનેત્રી સામંથા ની એન્ટ્રી-ખુલશે અંગત જીવન ના રહસ્યો

 News Continuous Bureau | Mumbai 

સાઉથની સુપરહિટ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુનું (Samantha ruth prabhu)જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. સમંથા રુથ પ્રભુ બોલિવૂડના દિગ્ગજ નિર્માતા કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં (Koffee with karan)મહેમાન બનવા જઈ રહી છે અને એવું માનવામાં આવે છે કે આ શોમાં તે નાગા ચૈતન્યથી છૂટાછેડા (divorce)વિશે ખુલીને વાત કરશે. તે જાણીતું છે કે નાગા ચૈતન્ય સાથેના છૂટાછેડાને કારણે સામંથા ઘણી વખત ટ્રોલ (troll)થઈ છે.

Join Our WhatsApp Community

સોશિયલ મીડિયા પર આવી રહેલા સમાચારો અનુસાર, સામંથાના એપિસોડનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને તેણે શોમાં નાગા ચૈતન્યથી છૂટાછેડા (divorce)લેવાનું કારણ અને તે પછીના તેના જીવન વિશે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. પરંતુ શું ખરેખર એવું છે? આ સવાલનો જવાબ એપિસોડ(episode) રિલીઝ થયા પછી જ મળશે.અહેવાલ છે કે સામંથા રૂથ પ્રભુને 'કોફી વિથ કરણ'માં તેના અંગત જીવન (personal life)સાથે સંબંધિત આ ખાસ પ્રશ્નનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું અને તેણે આ વિશે ખુલીને વાત પણ કરી હતી. જો કે, આ સિક્વન્સ શોના અંતિમ એડિટને પાર કરી શકશે કે કેમ, તે જોવું રહ્યું. કોફી વિથ કરણમાં સમન્થાની હાજરીના સમાચાર આવ્યા ત્યારથી આ શો ચર્ચામાં છે.

આ સમાચાર પણ વાંચો : ડોન 3માં અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન જોવા મળશે સાથે-આ યાદીમાં બીજું નામ પણ આવ્યું સામે

તમને જણાવી દઈએ કે કોફી વિથ કરણમાં અત્યાર સુધી બોલિવૂડના તમામ સુપરસ્ટાર (Bollywood superstars)જોવા મળ્યા છે. સલમાન ખાનથી લઈને વિકી કૌશલ અને શાહિદ કપૂરથી લઈને રણવીર સિંહ સુધી, લગભગ દરેક દિગ્ગજ અભિનેતા આ શોનો ભાગ રહ્યા છે. આ વખતે એવું માનવામાં આવે છે કે 'કોફી વિથ કરણ'માં સાઉથના ઘણા સ્ટાર્સને(south star) પણ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.

 

Sherlyn Chopra: શર્લિન ચોપરાએ કરાવી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી, વિડીયો શેર કરી કહી આવી વાત
Bigg Boss 19: અભિષેક-આવેઝે ‘બિગ બોસ’ની ખોલી પોલ, મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કરતા ઉઠાવ્યા આવા પ્રશ્નો
Laalo Krishna Sada Sahaayate: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ રચ્યો ઇતિહાસ: 21 દિવસમાં 98 લાખથી 38 દિવસમાં અધધ આટલા કરોડ સુધીની સફર
Rubina Dilaik-Abhinav Shukla: રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાએ જીત્યો ‘પતિ પત્ની અને પંગા’નો ખિતાબ, આ કપલ ને પાછળ છોડી આગળ નીકળી જોડી
Exit mobile version