Site icon News Continuous Bureau | Mumbai

Samantha Ruth Prabhu: ૨ કરોડની સગાઈની વીંટી બાદ સમંથાને મળી પતિ તરફ થી મોટી ગિફ્ટ, જાણો વિગતે

Samantha Ruth Prabhu: ટોલીવુડની અભિનેત્રી સામંથા રુથ પ્રભુએ ફિલ્મમેકર રાજ નિદિમોરુ સાથે ઈશા યોગા સેન્ટરમાં ખાનગી સમારોહમાં લગ્ન કર્યા; પતિએ ૨ કરોડની ડાયમંડ રિંગ અને વૈભવી ઘર ભેટ આપ્યાના સમાચાર

Samantha Ruth Prabhu Showered with Extravagant Gifts by Second Husband

Samantha Ruth Prabhu Showered with Extravagant Gifts by Second Husband

News Continuous Bureau | Mumbai

Samantha Ruth Prabhu: ટોલીવુડની જાણીતી અભિનેત્રી સામંથા રુથ પ્રભુ હવે ફિલ્મમેકર રાજ નિદિમોરુની પત્ની બની ગઈ છે. બંનેએ ૧ ડિસેમ્બરના રોજ કોયંબતુરના ઈશા યોગા સેન્ટરમાં એક નાનો અને ખાનગી સમારોહ યોજી લગ્ન કર્યા હતા. લગ્નમાં માત્ર પરિવારજનો અને કેટલાક નજીકના મિત્રો હાજર રહ્યા હતા. લગ્ન પછી સામંથા અને રાજ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar: ‘ધુરંધર’ ફિલ્મનો વિવાદ સમાપ્ત, CBFC એ આપી સ્પષ્ટતા

રાજ નિદિમોરુ તરફથી વૈભવી ભેટોની વર્ષા

સામંથાની આશરે ૨ કરોડ રૂપિયાની ડાયમંડ રિંગે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ અહેવાલો મુજબ, રાજે લગ્નના દિવસે તેનાથી પણ મોટી અને શાનદાર ગિફ્ટ આપી છે. નવા રિપોર્ટ્સ અનુસાર, રાજે સામંથાને લગ્નના દિવસે હૈદરાબાદના જુબિલી હિલ્સમાં એક સુંદર અને મોંઘું ઘર ભેટમાં આપ્યું. કહેવાય છે કે તેમણે લગ્નના દિવસે જ આ ઘરની ચાવીઓ સામંથાને આપી દીધી. જો આ સાચું હોય, તો જુબિલી હિલ્સમાં સામંથાની આ બીજી પ્રોપર્ટી હશે. લગ્નના થોડા અઠવાડિયા પહેલાં સામંથાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક નવા ઘરની ઝલક બતાવી હતી, જે આ જ ઘર હોવાનું મનાય છે.


 સામંથા અને રાજની મુલાકાત ‘ધ ફેમિલી મેન’ સિરીઝના શૂટિંગ દરમિયાન થઈ હતી. તે સમયે સામંથા પોતાના જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી હતી. નાગા ચૈતન્ય સાથેના તેના ડિવોર્સ અને ત્યારબાદ માયોસાઇટિસ બીમારીનો સામનો કરી રહી હતી. આવા સમયે રાજે તેનો સાથ આપ્યો. ધીમે ધીમે બંને વચ્ચે દોસ્તી વધી અને પછી આ સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો. હવે બંનેએ લગ્ન કરીને પોતાના જીવનની નવી શરૂઆત કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version