Site icon News Continuous Bureau | Mumbai

Samay Raina Medha Shankar Dating Rumors 12th Fail ફેમ મેધા શંકર અને સમય રૈના વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે? વાયરલ વીડિયો જોઈ ફેન્સ પણ ચોંક્યા!

Samay Raina Medha Shankar Dating Rumors પેપરાઝીને જોતા જ બંનેએ રસ્તા બદલી નાખ્યા, ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨’ની ધૂમ વચ્ચે સમય રૈનાની પર્સનલ લાઈફ ચર્ચામાં

Samay Raina Medha Shankar Dating Rumors  12th Fail ફેમ મેધા શંકર અને સમય રૈના વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે? વાયરલ વીડિયો જોઈ ફેન્સ પણ ચોંક્યા!

Samay Raina Medha Shankar Dating Rumors 12th Fail ફેમ મેધા શંકર અને સમય રૈના વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે? વાયરલ વીડિયો જોઈ ફેન્સ પણ ચોંક્યા!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Samay Raina Medha Shankar Dating Rumors પોપ્યુલર અને વિવાદિત સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈના (Samay Raina) આ દિવસોમાં પોતાના સુપરહિટ શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ સીઝન ૨ (India’s Got Latent Season 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલા આ શોના પહેલા એપિસોડમાં આલિયા ભટ્ટ અને શરવરી વાઘે ધમાલ મચાવી હતી. હવે આ શોના બીજા એપિસોડની ઉત્સુકતા વચ્ચે સમય રૈના પોતાની પ્રોફેશનલ લાઈફ સિવાય પર્સનલ લાઈફને લઈને લાઈમલાઈટમાં આવી ગયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો બાદ એવી અફવાઓ ઉડી રહી છે કે સમય રૈના અને સુપરહિટ ફિલ્મ ’૧૨થ ફેલ’ (12th Fail) ની અભિનેત્રી મેધા શંકર (Medha Shankar) એકબીજાને ડેટ કરી રહ્યા છે.

Samay Raina Medha Shankar Dating Rumors – કેમેરામેનને જોતા જ બંને અલગ થઈ ગયા, વીડિયો પર ફેન્સના તર્ક-વિતર્ક

હાલમાં જ માઇક્રોબ્લોગિંગ સાઇટ એક્સ (X) પર યુઝર દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એવો દાવો કરાયો છે કે સમય રૈના અને મેધા શંકર મુંબઈમાં એક જ સ્થળે સાથે જોવા મળ્યા હતા. વીડિયો પોસ્ટ કરનારના જણાવ્યા અનુસાર, જેવા જ આ બંને કલાકારોએ મીડિયાના કેમેરામેન (Paparazzi) ને પોતાની તરફ આવતા જોયા, કે તરત જ તેમણે પોતાના રસ્તા બદલી નાખ્યા અને અલગ-અલગ દિશામાં ચાલવા લાગ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ ચાહકો અંદાજ લગાવી રહ્યા છે કે બંને હવે પોતાના સંબંધોને મીડિયાની નજરથી દૂર રાખવા માંગે છે અને તેમની વચ્ચે ચોક્કસ કંઈક ચાલી રહ્યું છે.

Samay Raina Medha Shankar Dating Rumors – અગાઉ પણ ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા, પરંતુ સત્તાવાર મૌન યથાવત

અત્રે ઉલ્લેખનીય છે કે, આ કોઈ પહેલી ઘટના નથી જ્યારે સમય રૈના અને મેધા શંકર એકસાથે કેમેરામાં કેદ થયા હોય. આ પૂર્વે પણ સોશિયલ મીડિયા પર બંનેની કેટલીક તસવીરો વાયરલ થઈ ચૂકી છે અને તેઓ અવારનવાર એકબીજા સાથે સમય વિતાવતા જોવા મળ્યા છે. જો કે, આ તમામ અફવાઓ અને ડેટિંગના સમાચારો (Dating Rumors) પર સમય રૈના કે મેધા શંકરે અત્યાર સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે સ્પષ્ટતા આપી નથી. બંને સ્ટાર્સ આ મામલે સંપૂર્ણ મૌન જાળવી રહ્યા છે, પરંતુ સોશિયલ મીડિયા પર ફેન્સ આ નવી જોડીને જોઈને ખુબ જ ખુશ નજરે પડી રહ્યા છે.

Samay Raina Medha Shankar Dating Rumors – ’૧૨થ ફેલ’થી મેધાને મળી મોટી ઓળખ, સમયનો શો પણ સુપ્રિમ કોર્ટ વિવાદ બાદ હિટ

અભિનેત્રી મેધા શંકરના કરિયરની વાત કરીએ તો, તેણે બ્રિટિશ મિની સિરીઝ ‘બીચમ હાઉસ’ થી અભિનયની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે ફિલ્મ ‘શાદીસ્થાન’ અને વેબ સિરીઝ ‘દિલ બેકરાર’ માં કામ કર્યું, પરંતુ તેને ખરી સફળતા અને દેશવ્યાપી ઓળખ વિક્રાંત મેસી સ્ટારર ફિલ્મ ’૧૨થ ફેલ’ માં શ્રદ્ધા જોશીના પાત્રથી મળી હતી. બીજી તરફ, સમય રૈનાનો શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ અગાઉ કાનૂની વિવાદોમાં સપડાયો હતો અને મામલો સુપ્રિમ કોર્ટ (Supreme Court) સુધી પહોંચ્યો હતો, પરંતુ વિવાદો શાંત થયા બાદ નેટફ્લિક્સ પર કપિલ શર્માના શોમાં રણવીર અલ્હાબાદિયા સાથે દેખાયા બાદ સમયની લોકપ્રિયતા ગગનચુંબી બની ગઈ છે.

👉 આ સમાચાર વાચો:
Yash Movie Toxic Cast First Look બોલિવૂડસાઉથનો મહાસંગમ! યશની ‘ટોક્સિક’માંથી એકસાથે 5 સુંદરીઓનો ફર્સ્ટ લુક રિલીઝ, નયનતારા અને કિયારાનો લુક જોઈ ફેન્સ ક્રેઝી

OTT Releases This Week આ અઠવાડિયે ઓટીટી પર મનોરંજનનો ધમાકો, નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિઓ અને જિઓહોટસ્ટાર પર રિલીઝ થશે આ શાનદાર મૂવીઝ અને વેબ સિરીઝ
Lalit Modi Bigg Boss 20 શું સલમાન ખાનના શો ‘બિગ બોસ ૨૦’ માં દેખાશે લલિત મોદી? આઈપીએલ ફાઉન્ડરે આપ્યો આ જવાબ..
Shraddha Arya Gaurav Khanna Show નવી જોડી ધમાકો કરવા તૈયાર! ગૌરવ ખન્ના અને શ્રદ્ધા આર્થા દેખાશે આગામી ટીવી શોમાં
Ananya Raj Passes Away નિધન પછી ૧ મહિને થયો અભિનેત્રીના મોતનો ખુલાસો, માત્ર ૨૭ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી ગઈ અનન્યા રાજ
Exit mobile version