Site icon

દુઃખદ સમાચાર: નુક્કડમાં ખોપરીની ભૂમિકા ભજવનાર સમીર ખખ્ખરનું અવસાન

પ્રખ્યાત શો 'નુક્કડ'માં ખોપરીનાં પાત્રથી દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર અભિનેતા સમીર ખખ્ખર હવે આ દુનિયામાં નથી. અભિનેતાના અવસાનના સમાચારથી ઇન્ડસ્ટ્રી માં શોકનું મોજુ ફરી વળ્યું છે.

sameer khakkhar who played khopadi in tele serial nukkad is no more

દુઃખદ સમાચાર: નુક્કડમાં ખોપરીની ભૂમિકા ભજવનાર સમીર ખાખરનું અવસાન

News Continuous Bureau | Mumbai

દૂરદર્શનના પ્રખ્યાત શો ‘નુક્કડ’માં ખોપરીનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા અભિનેતા સમીર ખખ્ખરનું નિધન થયું છે. સતીશ કૌશિકના અવસાનથી ઈન્ડસ્ટ્રી હજુ ઉભરી નથી શકી કે આ ફેમસ એક્ટર સમીર ખખ્ખરના નિધનથી ઈન્ડસ્ટ્રીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

Join Our WhatsApp Community

 

સમીર ની કારકિર્દી 

સમીરે 1980ના દાયકામાં અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ટેલિવિઝન અને ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલા તેણે ઘણા થિયેટર કર્યા હતા.તેમને “નુક્કડ” શ્રેણી સાથે ટેલિવિઝનની શરૂઆત કરી હતી; જે દૂરદર્શન પર પ્રસારિત થતી હતી. તેણે શ્રેણીમાં “ખોપરી” નું પાત્ર ભજવ્યું હતું, જે તેની આઇકોનિક ભૂમિકા પણ માનવામાં આવે છે.1987માં, તેણે કમલ હાસન, ની ફિલ્મ”પુષ્પક” કરી હતી. તે એક મૂંગી ફિલ્મ હતી અને સમીર ખખ્ખરની ફિલ્મમાં તેની ભૂમિકા માટે ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.તેમની લાંબી કારકિર્દીમાં, તેમણે અમિતાભ બચ્ચન, ગોવિંદા, અમરીશ પુરી, ધર્મેન્દ્ર, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, જેકી શ્રોફ, નાના પાટેકર, સલમાન ખાન, કરિશ્મા કપૂર, રવિના ટંડન, અજય દેવગન સહિત ઘણા પ્રખ્યાત બોલીવુડ સ્ટાર્સ સાથે કામ કર્યું . 

 

એક્ટિંગ ને કહ્યું હતું ગુડબાય 

કહેવાય છે કે સમીર અમેરિકા ગયો અને તેણે એક્ટિંગ સિવાય જાવા કોડર તરીકે નોકરી મેળવી. એવું પણ જાણવા મળે છે કે વર્ષ 2008માં તેણે નોકરી ગુમાવી દીધી હતી. ત્યાં તેને અભિનેતા તરીકે કોઈ જાણતું ન હોવાથી તેણે બીજા ક્ષેત્રમાં કામ કરવું પડ્યું. સમીરને ભારતમાં જે પણ ભૂમિકાઓ મળી તે તેના ‘નુક્કડ’ પાત્ર પર આધારિત હતી.તમને જણાવી દઈએ કે 90ના દાયકામાં સમીર ફિલ્મોમાં જાણીતો ચહેરો હતો અને તે ‘પુષ્પક’, ‘શહેનશાહ’, ‘રખવાલા’, ‘દિલવાલે’, ‘રાજા બાબુ’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. વર્ષ 1996માં ભારત છોડીને અમેરિકામાં રહેવા લાગ્યો હતો.

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version