Site icon

ટીવી અભિનેત્રી સના ખાને પીધી ગોલ્ડ પ્લેટેડ ચા, કિંમત જાણી ને ચાહકો રહી ગયા દંગ; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

ભૂતપૂર્વ ટીવી અભિનેત્રી સના ખાને ભલે ઇન્ડસ્ટ્રીને હંમેશ માટે અલવિદા કહી દીધું હોય, પરંતુ તે હંમેશા પોતાની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ 21 નવેમ્બર 2020ના રોજ સુરતના બિઝનેસમેન મૌલાના મુફ્તી અનસ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા.જોકે, સના સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલ છે. હવે તેણે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ મોંઘી ચા પીતી જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Community

 

સના તેની લેટેસ્ટ તસ્વીર માં , વિશ્વની સૌથી ઊંચી રેસ્ટોરન્ટમાં ગોલ્ડ ટી પીતી જોવા મળી રહી છે. વાસ્તવમાં, સનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે દુબઈના બુર્જ ખલીફામાં વિશ્વની સૌથી ઊંચી રેસ્ટોરન્ટ 'એટમોસ્ફિયર દુબઈ'માં ગોલ્ડ ટીનો આનંદ માણી રહી છે.આ તસવીરો શેર કરતાં સનાએ લખ્યું કે, ‘તમારા જીવનની ક્યારેય તેમની સાથે તુલના ન કરો જેઓ હરામ ની વસ્તુઓનો આનંદ માણે છે. તેઓ આ દુનિયામાં વધુ સફળ દેખાય છે, પરંતુ અલ્લાહ સમક્ષ તેઓ કંઈ નથી અને તે જ મહત્વનું છે. હકીકતમાં,  'એટમોસ્ફિયર દુબઈ પોતાને વિશ્વની સૌથી ઊંચી રેસ્ટોરન્ટ હોવાનો દાવો કરે છે. અહીં ચા અને ભોજન બંને ખૂબ મોંઘા છે. આ રેસ્ટોરન્ટમાં સનાએ જે ગોલ્ડ પ્લેટેડ ચા પીધી છે તેની કિંમત 160 દિરહામ એટલે કે લગભગ 3300 રૂપિયા છે. આ જાણીને ચાહકો દંગ રહી ગયા છે. આની સાથે કોમેન્ટ સેક્શનમાં એકથી વધુ રિએક્શન જોવા મળી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :‘અનુપમા’ ના ચાહકો માટે સારા સમાચાર: ટીવી બાદ હવે OTTની દુનિયામાં પોતાનો જાદુ ચલાવવા આવી રહી છે વેબ સિરીઝ; જાણો શું હશે વાર્તા અને કેટલા એપિસોડ ની હશે સિરીઝ

તમને જાણવી દઈએ કે, સનાએ 21 નવેમ્બર 2020ના રોજ મુફ્તી અનસ સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીના પતિ સુરતના મોટા બિઝનેસમેન અને ઈસ્લામિક વિદ્વાન છે. તેમનો પરિવાર હીરાનો વ્યવસાય કરે છે. સના અવારનવાર તેના પતિ સાથેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 8 ઓક્ટોબર 2020 ના રોજ, અભિનેત્રીએ ધાર્મિક કારણોસર મનોરંજન ઉદ્યોગને અલવિદા કહ્યું, જેના કારણે તેણીને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી.

Aishwarya Rai Birthday: એશ્વર્યા રાયે ઠુકરાવેલી સુપરહિટ ફિલ્મો, જેણે અન્ય અભિનેત્રીઓની કિસ્મત બદલી
Akash Ambani and Shloka Mehta: હેલોવીન પાર્ટી માં આકાશ અને શ્લોકા એ લૂંટી લાઈમલાઈટ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો
Aishwarya Rai Bachchan birthday: મિસ વર્લ્ડથી લઈને સુપરહિટ ફિલ્મો અને લક્ઝરી લાઈફસ્ટાઈલ સુધી, જાણો એશ્વર્યા રાય બચ્ચન ની સફર
Bollywood Halloween Party: બોલીવૂડની હેલોવીન પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો, અલગ જ અંદાજ માં જોવા મળી નીતા અંબાણી
Exit mobile version